બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / ONGCમાં અનેક પદો પર બહાર પડી ભરતી, 1.80 લાખ સુધી મળશે પગાર, ફટાફટ કરી દો એપ્લાય
Last Updated: 07:16 PM, 11 January 2025
જે લોકો સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે એક સારા સમાચાર છે. કેમ કે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ONGCએ AEE અને જીઓફિઝિસિસ્ટની 100થી વધુ જગ્યાઓ માટે ભરતી પાડી છે, જેના માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ONGCની સત્તાવાર વેબસાઇટ ongcindia.comની મુલાકાત કરીને અરજી કરી શકે છે. આ માટેની અરજી પ્રક્રિયા 10 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી 2025 છે. જ્યારે પરીક્ષા 23 ફેબ્રુઆરી 2025ના રોજ લેવાશે. જેમાં કુલ 108 જગ્યાઓ ભરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વય મર્યાદા કેટલી ?
અહીંયા અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદા 26 વર્ષથી 42 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. જેમાં નિયમો અનુસાર અનામત વર્ગ માટે વયમાં છૂટછાટનો સમાવેશ થાય છે.
અરજી ફી કેટલી?
જનરલ/EWS/OBC વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 1000 છે, જ્યારે SC/ST/PWBD શ્રેણીના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ફી ઓનલાઈનથી ચૂકવવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT