બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / One place where Sanskrit Garba is played

અમદાવાદ / એક એવી જગ્યા જ્યાં રમાય છે સંસ્કૃત ગરબા, જાણો શું છે

Published By: Krupa

Last Updated: 06:43 PM, 3 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસ્કૃતમાં પણ કઇ ગરબા હોય ? ગુજરાતી ગરબાને મોડીફાઇડ કરી હિન્દી બનાવવાનો પ્રયત્ન થાય છે. પણ સંસ્કૃતમાં ગરબા હોય.. તો જવાબ છે હા. કારણ કે હવે એક આખો વર્ગ છે જે સંસ્કૃત ગરબા ગાય છે, રમે છે, સાંભળે છે અને તેની મજા પણ લે છે. આવો જાણીએ સંસ્કૃત ગરબાને.

‘ત્વાં વિના શ્યામ અહમ એકાંતિ ભવામિ,રાસક્રીડાયૈ આગમ્યતામ..,’ ‘મા ગિરિવરાત ત્વાં અવતિર્ણા મહા કાલી રે..’ આ બન્ને ગરબાનું સંસ્કૃત વર્જન છે. ‘તારા વિના શ્યામ અને મા પાવાતે ગઢથી નિસર્યા રે મહાકાળી..’ ગરબા આપણી સંસ્કૃતિ, આસ્થા અને અધ્યાત્મનનું પ્રતિક છે. તેવી જ રીતે સંસ્કૃત આપણી દેવભાષા છે અથવા એવુ પણ કહી શકાય કે સંસ્કૃત દરેક ભાષાની માતા છે. આ વિશે વાત કરતા અમદાવાદના એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડીરેક્ટર મીહીરભાઇ ઉપાધ્યાય કહે છે કે, “આજથી અગિયાર વર્ષ પહેલા અમે પ્રથમ પ્રયત્ન કર્યો. નવરાત્રી દરમ્યાન અમે એક દિવસ એવો નક્કી કર્યો જ્યારે સંસ્કૃત ગરબા ગવાય.

ગુજરાતી ગરબાનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો અને પછી દોઢ કલાક સુધી અમે સતત રાગ,તાલ અને ઢાળ સાથે સંસ્કૃતમાં ગરબા ગાયા. જ્યારે અમે ગરબા ગાયા ત્યારે એક પળ માટે પણ અમને એવુ નહોતુ લાગ્યુ કે મજા નથી આવતી. એમ લાગતુ હતુ કે જાણે શક્તિની ભક્તિમાં અમે લીન થઇ ગયા. ગરબા શરૂ કર્યા હતા ત્યારે માંડ ત્રીસેક જેટલા લોકો હતા. ધીમે ધીમે સંખ્યા વધતી ગઇ અને આજે એ સંખ્યા ત્રણ હજાર પર પહોંચી ગઇ છે અમને ખુશી છે કે અમારી મહેનત રંગ લાવી. નવરાત્રીના પ્રથમ દિવસે યોજાયેલા સંસ્કૃત ગરબાને ઘણી લોકપ્રીયતા મળી છે. આગામી દશેરાના દિવસે ફરી એકવાર સંસ્કૃત પ્રેમીઓ ગરબા રમવા થનગની રહ્યા છે. સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનના ઉપક્રમે ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં પચાસ જેટલા ગુજરાતી ગરબાનો સંસ્કૃતમાં આવિર્ભાવ કરવામાં આવ્યો છે.

મહત્વની વાત એ છે આજે જ્યારે ગરબાની સાથે ફિલ્મી ગીતોનું મિશ્રણ જોવા મળે છે તેવા સમયે સંસ્કૃત ગરબામાં શિવતાંડવ સ્ત્રોત, મધુશષ્ટક જેવા સ્ત્રોતો વગાડીને ગરબા સંસ્કૃતીની પરંપરાની સાત્વિક્તાને જાળવી રાખવામાં આવી રહી છે. વડીલોની સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં ભાગ લે છે. એટલુ જ નહી અહીં એકવાર ગરબા રમીને ગયા હોય તે યુવાનો ફરી વાર આવવાનો નીર્ધાર ત્યારે જ કરી લેતા હોય છે. પાર્ટી પ્લોટના ગરબા અને ફિલ્મી ગીતોના તાલે બહુ ઝુમ્યા હવે એકવાર સંસ્કૃતના ગરબાની પણ મજા લેવા જેવી ખરી તો હાલો રમવા સંસ્કૃતના ગરબા.

સંકળાયેલા મુદ્દાઓ

Sanskrit Garba ahmedabad gujarat નવરાત્રી 2019 સંસ્કૃત ગરબા Navratri 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ