બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / one person jumped from sixth floor in maharashtra mantralay

શૉકિંગ ન્યૂઝ / VIDEO: પ્રેમિકાને ન્યાય અપાવવા શખ્સે મંત્રાલયના છઠ્ઠા માળથી લગાવી છલાંગ, જોકે આ રીતે બચ્યો જીવ

Parth

Last Updated: 08:08 AM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના મંત્રાલયમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, એક વ્યક્તિએ છઠ્ઠા માળથી આપઘાત માટે કૂદકો મારી દીધો હતો.

  • મહારાષ્ટ્રના મંત્રાલયમાં શખ્સે આપઘાતનો કર્યો પ્રયાસ 
  • છઠ્ઠા માળથી મારી દીધી છલાંગ 
  • જોકે સુરક્ષા માટે બનાવેલ જાળમાં ફસાઈ જતાં બચી ગયો જીવ 

મહારાષ્ટ્રના મંત્રાલયમાં આપઘાતનો પ્રયાસ 
નોંધનીય છે કે પોતાની ગર્લફ્રેન્ડને ન્યાય અપાવવા માટે આ વ્યક્તિએ કૂદકો માર્યો હોવાનું સામે આવી રહ્યું છે, તેણે કૂદકો ટો માર્યો પણ બિલ્ડિંગમાં બનાવવામાં આવેલ પ્લાયવૂડ જાળમાં ફસાઈ જવાના કારણે જીવ બચી ગયો હતો, બાદમાં તુરત જ પોલીસે તેની ધરપકડ કરી હતી. 

પ્રેમિકા સાથે રેપનું કરતો રહ્યો રટણ, કોઈએ ન સાંભળી 
કારનામો કરનાર આ શખ્સ 43 વર્ષના છે અને બીડ જિલ્લાના જોગેશ્વરીમાં રહે છે, તેમનો દાવો છે કે તેમની પ્રેમિકા સાથે રેપ કરવામાં આવ્યો જે બાદ તેણે વર્ષ 2018માં આપઘાત કરી લીધો.  જોકે તે કેસમાં પોલીસે કોઈ સરખી તપાસ ન કરી, તે આટલા વર્ષ બાદ પણ સતત પોલીસ સ્ટેશને જતો હતો. 

મુખ્યમંત્રીને રજૂઆત કરવા મથામણ 
જે બાદ કંટાળીને તે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યો પણ ત્યાં કેબિનેટ ચાલુ હોવાના કારણે તેને એન્ટ્રી ન મળી અને છઠ્ઠા માળથી કૂદકો જ મારી દીધો. જોકે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બિલ્ડિંગમાં સુરક્ષા માટે બનાવવામાં આવેલ જાળ પર તે અટકી ગયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ