બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / On the second day, the film 'Fukrey 3' dominated the box office, the slow earnings of 'The Vaccine War' and 'Chandramukhi 2'

મનોરંજન / બીજા દિવસે બોક્સ ઓફિસ પર રહ્યો ફિલ્મ 'ફુકરે 3'નો દબદબો, 'ધ વેક્સીન વોર' અને 'ચંદ્રમુખી 2'ની ધીમી કમાણી

Megha

Last Updated: 11:06 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ફુકરે 3', 'ધ વેક્સીન વોર' અને 'ચંદ્રમુખી 2' એ બધી જ અલગ જોનરની ફિલ્મો છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મોનું પ્રથમ દિવસનું કલેક્શન કંઈ ખાસ રહ્યું નહતું. બીજા દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી જાણો.

  • 'ફુકરે 3', 'ધ વેક્સીન વોર' અને 'ચંદ્રમુખી 2' ત્રણ ફિલ્મો રિલીઝ થઈ 
  • ફિલ્મોનો બીજા દિવસના બોક્સ ઓફિસ કલેક્શન રિપોર્ટ સામે આવ્યો છે 
  • 'ફુકરે 3' ફિલ્મે ઓપનિંગ ડે પર સારું કલેક્શન કર્યું હતું 

બૉલીવુડના સારા દિવસો પાછા આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. 'ફુકરે 3', 'ધ વેક્સીન વોર' અને 'ચંદ્રમુખી 2' જેવી ત્રણ અદ્ભુત ફિલ્મો આ અઠવાડિયે એટલે કે 28મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. એવામાં હાલ આ ત્રણેય વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ પહેલા શાહરૂખ ખાનની 'જવાન' અને સની દેઓલની ફિલ્મ 'ગદર-2' રિલીઝ થઈ હતી. 

'ફુકરે 3', 'ધ વેક્સીન વોર' અને 'ચંદ્રમુખી 2' એ બધી જ અલગ જોનરની ફિલ્મો છે, જેમાં 'ફુકરે 3' કોમેડી છે, 'ધ વેક્સીન વોર' કોરોના રોગચાળાની રસી પર આધારિત છે અને 'ચંદ્રમુખી2' એક હોરર ડ્રામા ફિલ્મ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મોનું પ્રથમ દિવસનું કલેક્શન કંઈ ખાસ રહ્યું નથી. હવે 'ફુકરે 3', 'ધ વેક્સીન વોર' અને 'ચંદ્રમુખી 2'ના બીજા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના પરિણામો આવી ગયા છે, જેના પરથી આપણે જાણીશું કે કઈ ફિલ્મે બીજા દિવસે સારી કમાણી કરી છે. 

ફુકરે 3 બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
'ફુકરે' ફ્રેન્ચાઇઝીની બે ફિલ્મો હિટ રહી છે, જે બાદ તેનો ત્રીજો ભાગ પણ રિલીઝ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે 'Fukrey 3' એ શરૂઆતના દિવસે 8.82 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 'ફુકરે 3' એ બીજા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 7.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, મનજોત સિંહ, રિચા ચઢ્ઢા, વરુણ શર્મા અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે. 'ફુકરે'નું નિર્દેશન મૃગદીપ સિંહ લાંબા દ્વારા કરવામાં આવ્યું છે. 

ધ વેક્સીન વોર બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મ 'ધ વેક્સીન વોર'ને લોકો તરફથી કોઈ ખાસ રિવ્યુ કે રિસ્પોન્સ નથી મળી રહ્યો. આ ફિલ્મે પહેલા દિવસે 1.30 કરોડની કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર ફિલ્મે પહેલા દિવસે વધારે કમાણી કરી નથી. આ ફિલ્મમાં નાના પાટેકર લીડ રોલમાં છે. આ ફિલ્મ કોરોનાના સમયગાળા દરમિયાનના સંઘર્ષ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. બીજા દિવસે આ ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજા દિવસે માત્ર 60 લાખ રૂપિયાની કમાણી કરી. 

ચંદ્રમુખી 2 બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
રાઘવ લોરેન્સ અને કંગના રનૌતની સાઉથની હોરર કોમેડી ફિલ્મ 'ચંદ્રમુખી 2' એ પહેલા દિવસે 7.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં કંગના રનૌતે ચંદ્રમુખીનો રોલ કર્યો છે. અહેવાલ મુજબ ફિલ્મે બીજા દિવસે 4.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સિવાય ફિલ્મે વધુ કમાણી કરી ન હતી. કંગનાએ પોતે પણ સોશિયલ મીડિયા પર ઘણું પ્રમોશન કર્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સપ્તાહના અંતે 'ફુકરે 3', 'ધ વેક્સીન વોર' અને 'ચંદ્રમુખી 2'ના બિઝનેસમાં ઉછાળો આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ