બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / On the one hand, in 5 states, Supada was cleaned, on the other hand, the Congress started this campaign in Gujarat
ADVERTISEMENT
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સાબરકાંઠામાં આજથી કોંગ્રેસ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરાયું છે જોકે પાંચ રાજ્યોના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસી કાર્યકરો સહિત અગ્રણીઓ નિરાશાના માહોલમાં દેખાયા હતા છતાંય તૂટતી કોંગ્રેસને બચાવવા અડીખમ હોવાનું નિવેદન આપ્યું છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાનની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત વડગામના ધારાસભ્ય તેમજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રભારી ગોવાભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જાહેર સંમેલન યોજી આગામી વિધાનસભામાં કોઈ પણ ભોગે સંજોગે ગુજરાતમાં કોંગ્રેસને સત્તામાં લાવવા આહવાન કરાયું હતું. જોકે આજે જાહેર થયેલા પાંચ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હારનો પડઘો સાબરકાંઠાના કાર્યકરોમાં પણ દેખાયો હતું. જોકે સાબરકાંઠા જિલ્લા માં જીગ્નેશ મેવાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ગત વિધાનસભામાં ખૂબ ઓછા માર્જિનથી સત્તામાં આવી શક્યા નથી ત્યારે આ વખતે અમે પૂર્ણ તાકાતથી વિધાનસભા લડીશું અને ડંકાની ચોટ પર લડીશું અને અડીખમ ઊભા રહીશું
ADVERTISEMENT
સાથોસાથ છેલ્લા કેટલાક સમયથી તમામ જિલ્લાઓમાંથી કોંગ્રેસ તૂટી રહી છે મોટાભાગના નેતાઓ તેમજ સહકારના અગ્રણીઓ કોંગ્રેસને તરછોડી ભાજપ તરફ જઈ રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાના મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે જે લોકોને જવું હોય તેમને સંપૂર્ણ છૂટ છે જોકે જીગ્નેશ મેવાણી ના આવા નિવેદનને પગલે સ્થાનિક કાર્યકરો પણ મૂંઝાયા હતા જોકે કોંગ્રેસી વિચારધારાની સમર્પિત આગેવાનો સહિત ટેકેદારોમાં પણ જીગ્નેશ મેવાણીના નિવેદનને પગલે વિરોધાભાસ જોવા મળ્યો હતો ત્યારે કોંગ્રેસમાં નવી નિમણૂક પામેલા જીગ્નેશ મેવાણી સામે આગામી સમયમાં વિરોધનો વંટોળ સર્જાય તો નવાઈ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.