બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / Daily Horoscope / On Monday of the month of Shravan, the blessings of Lord Shiva are obtained by performing the puja path, fasting

ૐ નમઃ શિવાય / કુંડળીમાંથી કાળસર્પ દોષનો ખાતમો: શ્રાવણના સોમવારે ભૂલ્યા વગર કરો આ સ્ત્રોતનું પઠન, મહાદેવના મળશે આશીર્વાદ

Dinesh

Last Updated: 07:16 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, માનવામાં આવે છે કે શ્રાવણ મહિનાના સોમવારે જે પૂજા પાઠ, વ્રત અને ઉપાય કરવામાં આવે તેથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે

  • આજે શ્રાવણ મહિનાનો સોમવાર
  • શિવજીને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય
  • આ ઉપાય કરવાથી કુંડળીમાં કાળસર્પ દોષ દૂર થાય છે


શિવજીને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે અને વ્રત રાખે છે. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. માનવામાં આવે છે કે, શ્રાવણ મહિનાના સોમવારે જે પૂજા પાઠ, વ્રત અને ઉપાય કરવામાં આવે તેથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. તમને જણાવી દઈએ કે, શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરૂ થયો છે

sawan somwar 2023 read shiva panchakshara stotra rid kaal sarp dosha in kundali

કાળસર્પ દોષનો ખતરનાક માનવામાં આવે છે
જ્યોતિષ શાસ્ત્રમાં કાળસર્પ દોષનો ખતરનાક માનવામાં આવે છે. કાળસર્પ દોષ 12 પ્રકારના હોય છે, જેનાથી વ્યક્તિના જીવન પર અલગ અલગ અસર થાય છે. કહેવામાં આવે છે કે, જે રાશિના જાતકોની કુંડળીમાં આ દોષ હોય તેના જીવનમાં અનેક પરેશાનીઓ આવે છે. આ કારણોસર લોકો આ નામ સાંભળતા જ ડરી જાય છે. જ્યારે કુંડળીમાં રાહુ અને કેતુ સાથે હોય અને તેમની વચ્ચે કોઈ ગ્રહ આવી જાય તો આ દોષનું નિર્માણ થાય છે. ભગવાન શિવની ઉપાસનાથી આ દોષના પ્રભાવને ઓછો કરી શકાય છે. શ્રાવણના સોમવારે પંચાક્ષર સ્તોત્રના પાઠ કરવાથી કાળસર્પ દોષનો પ્રભાવ ઓછો થાય છે. 

કોઇના અપમાનથી લઇને... ભૂલથી પણ શ્રાવણ માસમાં ન કરતા આ 5 કાર્યો, નહીં તો  શિવજી થઇ જશે નારાજ! | Even by mistake, do not do these 5 things in the  month of

શિવ પંચાક્ષર સ્તોત્રનું મહત્ત્વ 
શિવ પંચાક્ષર સ્તોત્રના પાંચ શ્લોકમાં ‘नम: शिवाय’ એટલે કે, ‘न’, ‘म’, ‘शि’, ‘वा’ અને ‘य’માં શિવજીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં શિવજીની સ્તુતિ વિશે લખવામાં આવ્યું છે અને શિવજીના સ્વરૂપ તથા ગુણ જણાવવામાં આવ્યા છે. શ્રાવણ મહિનાના સોમવારે આ સ્તોત્રના પાઠ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે. આ કારણોસર શિવજીની પૂજામાં તથા સોમવારે આ સ્તોત્રના પાઠ જરૂરથી કરવા જોઈએ. ઉપરાંત કુંડળીમાં કાળસર્પ દોષ હોય તો આ સ્તોત્રના પાઠ જરૂરથી કરવા જોઈએ. 

શિવ પંચાક્ષર સ્તોત્ર 
नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगंबराय तस्मे न काराय नम: शिवाय:।।

मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय।
मंदारपुष्प बहुपुष्प सुपूजिताय तस्मे म काराय नम: शिवाय:।।

शिवाय गौरी वदनाब्जवृंद सूर्याय दक्षाध्वरनाशकाय।
श्री नीलकंठाय वृषभद्धजाय तस्मै शि काराय नम: शिवाय:।।

वशिष्ठ कुभोदव गौतमाय मुनींद्र देवार्चित शेखराय।
चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै व काराय नम: शिवाय:।।

यज्ञस्वरूपाय जटाधराय पिनाकस्ताय सनातनाय।
दिव्याय देवाय दिगंबराय तस्मै य काराय नम: शिवाय:।।

पंचाक्षरमिदं पुण्यं य: पठेत शिव सन्निधौ।
शिवलोकं वाप्नोति शिवेन सह मोदते।।

नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय।
नित्याय शुद्धाय दिगंबराय तस्मे ‘न’ काराय नमः शिवायः।।

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ