બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / સુરત / olpad police raid on bootleggers selling country liquor

સુરત / દેશી દારૂ સામે ગુજરાત પોલીસ એક્શનમાં: ગામેગામ ભઠ્ઠીઓ તોડી પડાઈ, 49 મહિલા બુટલોગરો સામે કાર્યવાહી

Dinesh

Last Updated: 03:50 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલપાડના ગામડાઓમાં દેશી દારૂ વેચતા બૂટલેગરો પર ઓલપાડ પોલીસની તવાઈ, પોલીસે 18 પુરુષ અને 49 મહિલા બૂટલેગરો વિરૂદ્ધ કાર્યવાહી કરી

  • દેશી દારૂ વેચતા બૂટલેગરો પર ઓલપાડ પોલીસની લાલ આંખ
  • ઓલપાડના ગામડાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પડાઈ
  • ટુંડા, લવાચા,સાયણ,દેલાડ,કમરોલી સહિતના ગામોમાં તપાસ 


સુરતના ઓલપાડ પોલીસે દેશી દારૂના અડ્ડા પર તવાઈ બોલાવી છે. દેશી દારૂ વેચતા બૂટલેગરો પર ઓલપાડ પોલીસે લાલ આંખ કરી છે. ઓલપાડના ગામડાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પોલીસ દ્વારા તોડી પડાઈ છે.

દારૂ બનાવાનું રસાયણ

220 લિટર દેશી દારૂ ઝડપી લેવાયો
ઓલપાડના વિવિધ ગામડાઓમાં પોલીસે ચેકિંગ હાથ ધરીને દેશી દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી છે. ટુંડા, લવાચા,સાયણ,દેલાડ, કમરોલી સહિતના ગામોમાં તપાસ હાથ ધરી હતી જે બાદ પોલીસે 18 પુરુષ અને 49 મહિલા બૂટલેગરો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. દેશી દારૂ બનાવાનું 14,100 લિટર રસાયણ નાશ પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન 220 લિટર દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે.

પોલીસે તવાઈ બોલાવી
દેશી દારૂ વેચતા બુટલેગરો પર પોલીસે ફરી એકવાર તવાઈ બોલાવી છે. તમને જણાવી દઈએ કે, બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યની પોલીસ સતર્ક બની છે અને વિવિધ જગ્યાએ દરોડા પાડી રહી છે. ઓલપાડ તાલુકાના વિવિધ ગામડામાં પોલીસે એકાએક રેડ પાડી હતી જેમાં દેશી દારૂનો પદાર્થ નાશ કરવામાં આવ્યો હતો તેમજ 220 લીટર જેટલો દેશી દારૂ ઝડપી પાડ્યો છે. તેમજ 18 પુરુષ અને 49 મહિલા બૂટલેગરો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.    


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ