બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / nutrient rich foods to your diet to gain weight quickly

હેલ્થ / વજન વધારવું છે? તો આજથી જ તમારા ડાયટમાં સામેલ કરો આ 5 ચીજ, પછી જુઓ તેનું રિઝલ્ટ

Manisha Jogi

Last Updated: 11:07 AM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકોએ વજન વધારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. લોકોનું માનવું છે કે, વજન સરળતાથી વધી શકે છે. વજન ઓછું કરવા માટે જેટલી મહેનત કરવી પડે છે, તેટલી મહેનત વજન વધારવા માટે કરવી પડે છે.

  • અનેક લોકોએ વજન વધારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે
  • બોડી માસ ઈંડેક્સ 18.5 કરતા ઓછો હોય તો અંડરવેઈટ કહેવામાં આવે છે
  • વજન વધારવા ડાયટમાં શામેલ કરો આ હેલ્ધી ફૂડ

જ્યારે કોઈ વ્યક્તિનો બોડી માસ ઈંડેક્સ 18.5 કરતા ઓછો હોય તો તેને અંડરવેઈટ કહેવામાં આવે છે. અનેક લોકોએ વજન વધારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. સામાન્ય રીતે લોકોનું માનવું છે કે, વજન સરળતાથી વધી શકે છે. વજન ઓછું કરવા માટે જેટલી મહેનત કરવી પડે છે, તેટલી મહેનત વજન વધારવા માટે કરવી પડે છે. 

BMI ચેક કરવા માટે લંબાઈ સાથે વજનની સરખામણી કરવામાં આવે છે. જેથી જાણી શકાય કે, તમારું વજન ઓછું છે કે, વધારે. BMI 18.5થી 24.9ની વચ્ચે હોય તો તેને સામાન્ય અથવા હેલ્ધી વેઈટ માનવામાં આવે છે. જે લોકોનો BMI 25.0 કરતા વધુ હોય તો તેમને ઓવરવેઈટ ગણવામાં આવે છે. જે લોકોનો BMI 30 કરતા વધુ હોય તો તેમને મેદસ્વી ગણવામાં આવે છે. વજન ઓછું હોય તો અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે.  

વજન ઓછું હોય તો શું સમસ્યા થઈ શકે?

  • ઓસ્ટિયોપોરોસિસ
  • સ્કિન પતલી થવી, વાળ ખરવા, ડ્રાય સ્કિન
  • થાક
  • એનીમિયા
  • અનિયમિત માસિકચક્ર
  • વ્યંધ્યત્વ
  • પ્રિમેચ્યોર બર્થ
  • ધીમી ગતિએ વિકાસ

વજન ઓછું હોવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે, ફેમિલી હિસ્ટ્રી, હાઈ મેટાબોલિઝમ, વધુ શારીરિક પ્રક્રિયા, જૂની બિમારી, માનસિક બિમારી વગેરે. તમારે પણ વજન વધારવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, તો તમારે ડોકટરને સંપર્ક જરૂરથી કરવો જોઈએ. ડાયટમાં કેટલીક વસ્તુ શામેલ કરવાથી સરળતાથી વજન વધી શકે છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

દૂધ- નિયમિતરૂપે દૂધનું સેવન કરવાથી શરીરને કેલ્શિયમની સાથે હેલ્ધી ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ મળે છે. મસલ્સ નિર્માણ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સોયા મિલ્કની સરખામણીએ સ્કિમ મિલ્કનું સેવન કરવું તે મસલ્સ માટે વધુ ફાયદાકારક છે. 

ચોખા- ચોખાને કાર્બોહાઈડ્રેટનો એક સારો સોર્સ માનવામાં આવે છે. જેથી વજન સરળતાથી વધે છે. એક કપ ચોખામાં લગભગ 200 કેલરી હોય છે. ચાવલ સરળતાથી પચી જાય છે. 

લાલ મટન- મસલ્સ બનાવવા માટે લાલ મટનને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. જેમાં ભરપૂર માત્રામાં મીનો એસિડ અને લ્યૂસિન હોય છે. 

નટ્સ અને નટ્સ બટર- તમે પણ વજન વધારવા માંગો છો તો ઉચ્ચ કેલરીયુક્ત ડાયટનું સેવન કરવું જોઈએ. નટસ અને નટ્સ બટરમાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે, જેથી વજન સરળતાથી વધી શકે છે. એક મુટ્ઠી બદામમાં 7 ગ્રામ પ્રોટીન અને 18 ગ્રામ હેલ્ધી ફેટ હોય છે. તમે નટ્સ બટરનું પણ સેવન કરી શકો છો, જેમાં કેલરીની માત્રા વધુ હોય છે. 

એવોકાડો- એવોકાડોમાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે. એક એવોકાડોમાં 322 કેલરી, 29 ગ્રામ ફેટ અને 17 ગ્રામ ફાઈબર હોય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ