બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / nuclear-missile-track-system-built-in-the-country-s-longest-in-the-defense-sector

NULL / સંરક્ષણ ક્ષેત્રે દેશની લાંબી છલાંગ સ્વબળે બનાવી ન્યૂક્લિયર મિસાઇલ ટ્રેક સિસ્ટમ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL


વૈશ્વિક સ્તરે સુરક્ષાનો ખતરો સતત મંડરાયેલો છે તેવા સમયે ભારતે લોખંડી સુરક્ષા માટે સક્ષમ થવા તરફ પ્રયાણ કરી લિધુ છે. દુશ્મન દેશની ન્યુક્લીયર મિસાઇલને ટ્રેક કરવાની ટેકનોલોજીમાં ભારતે સ્વબળે જ મહારથ હાસલ કરી લીધી. તો રક્ષા મંત્રાલયે સેનાને હથિયારોથી સજ્જ કરવા માટે 6 જેટલા દેશો સાથે 2 હજાર કરોડ રૂપિયાના કરાર કર્યા છે. 

ન્યુક્લીયર પાવરથી સજ્જ દેશ બનવા માટે જ્યારે વિશ્વના દેશોમાં છુપી રીતે દોડ લાગી છે. તેવા સમયે ભારતે સ્વબળે સુરક્ષા મામલે હરણફાળ પ્રગતિ કરી છે. દેશમાં એક એવી શિપ તૈયાર કરવામાં આવી છે જેનાથી સમુદ્રમાં રહીને પણ દુશ્મન દેશની મિસાઇલ ટ્રેક કરી શકાશે. આ મિસાઇલ ડિસેમ્બર મહિના સુધીમાં નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇજેશનને સોંપી દેવામાં આવશે.

જેની ખાસ ટીમ આ શિપનું પરિક્ષણ કરશે. સમુદ્રમાં તૈનાત થનારા પહેરેદારને હિન્દુસ્તાન શિપ યાર્ડે હાલમાં VC11184 નામ આપ્યું છે. આ શિપ પોતાની રીતે જ 14 મેગાવોટની વિજળી પેદા કરી શકે છે. જેનો ઉપયોગ તેની ઉપરના ભાગે ત્રણ એન્ટેના દ્વારા મિસાઇલ ટ્રેક કરવામાં થશે. 

ન્યૂક્લીયર ટ્રેકિંગ સિસ્ટમ ધરાવતી આ શિપનો ઉપયોગ માત્ર દુશ્મન દેશની મિસાઇલ ટ્રેક કરવા માટે જ નહી પરંતુ આપણા દેશની મિસાઇલોના પરિક્ષણ સમયે પણ ટ્રેક કરવામાં ઉપયોગી બનશે. આ શિપને બનાવવામાં 725 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. પરંતુ સુરક્ષા હેતુ આ આખા મિશનને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. અને હજુ પણ શિપ વિશેની ઘણી બાબતોની જાણકારી જાહેર કરવામાં આવી નથી. 

 
તો બીજી તરફ દેશની સુરક્ષા મજબુત કરવા રક્ષા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રાલયના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સેના એરફોર્સ તેમજ નેવીને આધુનિક હથિયારો ખરીદવા માટે મોટો સોદો કરવામાં આવ્યો. સ્વીડનમાં બનેલા વજનમાં હલકા કાર્લ ગસ્ટફ માર્ક-4 રોકેટ લોન્ચર અને ઈટલીમાં બનેલા સાયલેન્સર યુક્ત બેરિટા પિસ્ટલ પૈરા બટાલિયનને સોંપી દેવામાં આવ્યા છે.

તો નેવીના લગભગ 1000 મરીન કમાન્ડોને રશિયાની VSS સ્નાઈપર રાઈફલ્સ એર ડ્રોપપેબલ રબરથી બનેલી ઈનફ્લેટેબલ નાવ રિમોટથી ચાલતા અને બોમ્બ ડિસપોઝ કરતા વાહનો વગેરે સોંપવામાં આવ્યા. આ ડીલ લગભગ 2017 કરોડની માનવામાં આવી રહી છે. તો વાયુ સેનાના ગરૂડ કમાન્ડોને 12 નવા પ્લેન 900 પર્સનોલથી યુકત 15 ફ્લાઈટ નવી સ્નાઈપર રાઈફલ્સ એ ગ્રેડ દારૂ ગોળો આપ્યો છે. એટલે ટુંક સમયમાં જ દેશની સુરક્ષામાં ધરખમ વધારો થઇ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ