બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રૂપિયા તૈયાર રાખજો, આવતા મહીને આવી રહ્યો છે 3000 કરોડનો IPO

બિઝનેસ / રૂપિયા તૈયાર રાખજો, આવતા મહીને આવી રહ્યો છે 3000 કરોડનો IPO

Last Updated: 11:58 AM, 21 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં NSDL ને IPO માટે SEBI તરફથી મંજૂરી મળી ગઈ હતી. અહેવાલો અનુસાર, NSDL એપ્રિલ પહેલા IPO બજારમાં લાવી શકે છે.

જો તમે પણ શેરબજાર કે IPOમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે કામના સાબિત થઈ શકે છે. હકીકતમાં, નેશનલ ડિપોઝિટરીની વિગતો જાળવતું NSDL ટૂંક સમયમાં બજારમાં તેનો IPO લોન્ચ કરવા જઈ રહ્યું છે. NSDL એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ આવતા મહિને બજારમાં તેનો IPO લાવી રહ્યું છે. કંપની આ ઇશ્યૂમાંથી રૂ. 3000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરશે. શેરબજાર નિયમનકાર સેબીએ દેશની સૌથી મોટી ડિપોઝિટરી, NSDL ના IPO ને મંજૂરી પણ આપી દીધી છે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હશે.

ક્યારે લોન્ચ થશે IPO?

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં NSDL ને IPO માટે SEBI તરફથી મંજૂરી મળી ગઈ હતી. હવે, એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને, મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે NSDL એપ્રિલ પહેલા IPO બજારમાં લાવી શકે છે. એવામાં જો તમે IPO થી કમાણી કરો છો, તો તમે NSDL ના IPO પર દાવ લગાવીને કમાણી કરી શકો છો.

IPO-Vtv

માહિતી અનુસાર, DRHP માટે 12 મહિનાની સમયમર્યાદા સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે, પરંતુ સેબી દ્વારા આપવામાં આવેલી MII મંજૂરી જ છે જે ભારતના મોટા ભાગના ડીમેટ ખાતાઓનું સંચાલન કરતી ડિપોઝિટરીઝને શેર વેચાણ પ્રક્રિયાને ઝડપી બનાવવા નાતે પ્રેરિત કરી રહી છે. શું આ વિલંબ બજારની અસ્થિર પરિસ્થિતિઓને કારણે છે એવું પૂછવામાં આવતા, અધિકારીએ કહ્યું કે આ પરિસ્થિતિમાં પણ બજારમાં કેટલીક ઓફરો આવી રહી છે. શેર વેચાણમાં વિલંબના કારણો અંગેના પ્રશ્નના જવાબમાં, અધિકારીએ માનવશક્તિના મોરચે પડકારો તરફ ધ્યાન દોરતા કહ્યું કે કરવામાં આવનાર કામ ખૂબ મોટું છે.

આ પણ વાંચો: આજે ફરી શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઘટાડો

નફો કેટલો થયો?

અહેવાલો અનુસાર, NSE, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને HDFC બેંક આ ઈશ્યુમાં 5.72 કરોડ ઈક્વિટી શેર વેચવાની યોજના ધરાવે છે, જે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) દ્વારા હશે. ગયા અઠવાડિયે, NSDL એ ડિસેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 30 ટકાનો વધારો નોંધાવ્યો હતો જે 85.8 કરોડ છે, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 66.09 કરોડ રૂપિયા હતો. ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ના સમયગાળામાં તેની કુલ આવક 16.2 ટકા વધીને રૂ. 391.21 કરોડ થઈ ગઈ હતી.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Latest Business News IPO News NSDL IPO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ