ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / ભારતીયો માટે વિઝાને લઇ 4 દેશોએ લીધો મહત્વનો નિર્ણય, જાણો શું

NRI / ભારતીયો માટે વિઝાને લઇ 4 દેશોએ લીધો મહત્વનો નિર્ણય, જાણો શું

Published By: Priykant Shrimali

Last Updated: 02:26 PM, 23 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Visa Services : ભારતીયો માટે વિઝા મામલે 4 દેશોના મોટા નિર્ણય, ક્યાં જવું મુશ્કેલ અને ક્યાં જવું સરળ? અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Visa Services : ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અભ્યાસ કે ફરવા માટે જતાં હોય છે. આ તરફ હવે ચાર અલગ–અલગ દેશોએ ભારતીય નાગરિકોના વિઝા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આમાંથી કેટલાક નિર્ણય ભારતીયો માટે સારા સમાચાર લઈને આવ્યા છે, જ્યારે કેટલાકે ચિંતા વધારી છે.

ચીનની વિઝા પ્રક્રિયા બની સરળ ?

ચીને ભારતીય નાગરિકો માટે વિઝા મેળવવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવી છે. અગાઉ વિઝા માટે અનેક દસ્તાવેજો સાથે એમ્બેસી જવું પડતું હતું, જે સમય અને મહેનત બંને વધારતું હતું. હવે ચીને ઓનલાઈન વિઝા અરજી સિસ્ટમ શરૂ કરી છે. આ નવા સિસ્ટમથી ભારતીય અરજદારો ઘરે બેઠા અરજી કરી શકશે અને કાગળોની ઝંઝટ પણ ઘટશે. આ નિર્ણય વેપાર, શિક્ષણ અને પ્રવાસ માટે ચીન જવા ઇચ્છતા ભારતીયો માટે રાહતરૂપ છે.

ન્યુઝીલેન્ડમાં કામ અને અભ્યાસ માટે નવા અવસર

આ તરફ ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેના સંબંધો હવે વધુ મજબૂત બનતા દેખાઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર (FTA)નો મોટો ફાયદો ભારતીય યુવાનો, વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને મળશે. આ કરાર હેઠળ ભારતીય વ્યાવસાયિકો માટે વર્ક વિઝા મેળવવું સરળ બનશે, IT, એન્જિનિયરિંગ, હેલ્થકેર, શિક્ષણ અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં હજારો નોકરીની તક મળશે, 18થી 30 વર્ષની ઉંમરના યુવાનો માટે 12 મહિના સુધીનો વર્કિંગ હોલિડે વિઝા મળશે, ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન અઠવાડિયે 20 કલાક કામ કરવાની છૂટ મળશે. આ પગલાથી ન્યુઝીલેન્ડમાં કામ કરવા અને અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીયો માટે નવા દરવાજા ખુલશે.

અમેરિકાએ કરી H1B વિઝા પર કડકાઈ

અમેરિકાએ ભારતીય વ્યાવસાયિકોને મોટો ઝટકો આપ્યો છે. H1B વિઝા માટે હવે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે વિઝા માટે અરજી કરનાર લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવશે. સાથે જ, ડિસેમ્બર મહિનામાં અનેક H1B ઇન્ટરવ્યુ અચાનક રદ કરવામાં આવ્યા છે. આના કારણે વિઝા મંજૂરીમાં વિલંબ થશે, ઘણા ભારતીયોનું અમેરિકા પાછું ફરવાનું સમયસર શક્ય નહીં બને, નવી એપોઇન્ટમેન્ટ મેળવવામાં વધુ સમય લાગી શકે. આ નિર્ણય ખાસ કરીને અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે ચિંતાજનક છે.

આ પણ વાંચો : અમેરિકા જવાનું સપનું ચકનાચૂર! કેન્સલ થઈ રહી છે વિઝા રિન્યુઅલ એપોઇન્ટમેન્ટ્સ, જાણો શું છે કારણ

બાંગ્લાદેશમાં વિઝા સેવાઓ સ્થગિત

ભારત–બાંગ્લાદેશ વચ્ચે વધતા તણાવ વચ્ચે બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. નવી દિલ્હીમાં આવેલી બાંગ્લાદેશ હાઈ કમિશન અને ત્રિપુરાની મિશનમાં વિઝા સેવાઓ હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયનો સીધો અસર ભારત–બાંગ્લાદેશ વચ્ચેના પ્રવાસ અને લોકોના સંપર્ક પર પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Visa Application Bangladesh Visa Service

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ