બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / અમેરિકા જવાનું સપનું ચકનાચૂર! કેન્સલ થઈ રહી છે વિઝા રિન્યુઅલ એપોઇન્ટમેન્ટ્સ, જાણો શું છે કારણ
Last Updated: 10:20 AM, 21 December 2025
ભારતમાં મોટી સંખ્યામાં પહેલાથી જ શિડ્યુલ H-1B વિઝા એપોઇન્ટમેન્ટ કેન્સ કરી દેવામાં આવી છે. આનાથી અમેરિકા જનારા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. H-1B વિઝા રિન્યુઅલ માટે ભારત આવેલા લોકોએ પહેલાથી જ ઇન્ટરવ્યુ એપોઇન્ટમેન્ટ શિડ્યુલ કરાવી હતી, જે અચાનક કેન્સલ કરી દેવામાં આવી છે. જે એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દેવામાં આવી છે, તે પહેલા ડિસેમ્બરમાં શિડ્યુલ કરવામાં આવી હતી, પણ હવે તેણે ઘણા મહિનાઓ પછી માટે શિડ્યુલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, યુએસ સરકારના કડક નિયમો અને સોશિયલ મીડિયા મોનિટરિંગને કારણે આ એપોઇન્ટમેન્ટ કેન્સલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
જે અરજદારોની વિઝા એપોઇન્ટમેન્ટ 15 ડિસેમ્બર પછી માટે શિડ્યુલ હતી, તેમને કોઈ પણ ચેતવણી આપ્યા વિના ઘણા મહિનાઓ પછીની તારીખ આપી દેવામાં આવી છે. કેટલાક કેસમાં નવી તારીખ ઓક્ટોબર 2026 સુધી પહોંચી ગઈ છે. આના કારણે અરજદારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે, તેમની નોકરીઓ, પરિવારો અને ભવિષ્યના પ્લાનિંગ અદ્ધર લટકી ગયા છે. ભારતમાં યુએસ એમ્બેસીએ વિઝા અરજદારોને અપીલ કરી છે કે તેઓ પહેલાથી શિડ્યુલ ઇન્ટરવ્યૂ તારીખ માટે કોન્સ્યુલર ઓફિસમાં ન આવે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, યુએસ એમ્બેસીએ લખ્યું, "જો તમને એક ઈમેલ મળ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તમારી વિઝા એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી દેવામાં આવી છે અને તમને નવી તારીખ આપવામાં આવી છે, તો જો તમે હજુ પણ જૂના શિડ્યુલ પર ઇન્ટરવ્યૂ માટે આવો છો તો તમને એમ્બેસીમાં એન્ટ્રી નહીં મળે."
ADVERTISEMENT

ટ્રમ્પ વહીવટીતંત્રે વિઝા પ્રક્રિયાને કડક બનાવી દીધી છે. માહિતી પ્રમાણે, વિઝા અરજદારોનું બેકગ્રાઉન્ડ ચેક અને સોશિયલ મીડિયા વેરિફિકેશન પહેલા કરતાં વધુ સઘન રીતે કરવામાં આવી રહ્યું છે, જેના કારણે જેના પરિણામે વિઝા પ્રક્રિયામાં વધારે સમય લાગી રહ્યો છે. આ નિર્ણયથી એ લોકો પર સૌથી વધારે અસર થઈ છે કે જેઓ પહેલાથી જ ઇન્ટરવ્યુ માટે ભારત આવી ચૂક્યા હતા. તેમની પાસે માન્ય H-1B વિઝા સ્ટેમ્પ નથી, એટલે તેઓ અમેરિકા પાછા જઈ શકતા નથી. પરિણામે, ઘણા પ્રોફેશનલ્સને નોકરી જોખમમાં મૂકાઈ ગઈ છે અને કંપનીઓના પ્રોજેક્ટ પણ ડિલે થઈ રહ્યા છે. હવે નવા વિઝા જારી ન થાય ત્યાં સુધી તેઓ અમેરિકામાં તેમની નોકરી પર પાછા ફરી શકશે નહીં. H-1B વિઝા કેટેગરી સિવાય અન્ય ઘણી વિઝા કેટેગરી માટેની અરજીઓ પણ અટકી ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: 2025માં ટ્રમ્પ સરકારે લીધેલા એ 10 નિર્ણયો, જેનાથી વિદ્યાર્થીઓ જ નહીં, વર્કર્સ પણ થયા પરેશાન
ઇમિગ્રેશન એક્સપર્ટસનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં વિઝા સ્ટેમ્પિંગ પ્રક્રિયા અત્યંત અનિશ્ચિત થઈ ગઈ છે. એક યુએસ ઇમિગ્રેશન વકીલે યુએસ સરકારના H-1B વિઝા એપોઇન્ટમેન્ટ મોટા પાયે કેન્સલ કરવાના નિર્ણયની ટીકા કરીને કહ્યું કે આનાથી અમેરિકામાં કંપનીઓ અને નોકરીદાતાઓ માટે પડકારો વધી જશે. હવે આ પ્રક્રિયામાં કોઈ સ્પષ્ટતા કે વિશ્વાસ બાકી રહ્યો નથી.
ADVERTISEMENT
જો કે, અમેરિકાના વહીવટીતંત્રના આ નિર્ણયથી કેટલા અરજદારોને અસર થઈ છે તેના સત્તાવાર આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર પહેલાથી જ H-1B વિઝા પ્રોગ્રામ પર સખત વલણ અપનાવી રહ્યું છે. સોશિયલ મીડિયા એક્ટિવિટીનું સઘન ચેકિંગ અને તાજેતરમાં H-1B વિઝા ફીમાં 100,000 ડોલર સુધીનો વધારો જેવા પગલાંને આ નીતિનો ભાગ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.