બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / કેનેડામાં રહીને ગુજરાતીપણાનો દીવો પ્રગટાવે છે આ મા-દીકરી, વિદેશમાં સંસ્કૃતિની સુવાસ એટલે ડૉ. સોનલ શાહ
આપણી સંસ્કૃતિમાં એવી કેટલીય કળાઓ છે કે જે આ આધુનિક સમયમાં ભૂલાઇ રહી છે, લોકો આ કળાને વિસરી રહ્યા છે. આવી જ કળામાં સામેલ છે અગ્નિ ભવાઈ અને પ્રાચીન-અર્વાચીન ગરબા. ગુજરાતમાં પણ આ પ્રકારની કળા જાણતા હોય તેવા જૂજ કલાકારો બચ્યા છે. ત્યારે સોનલબેન શાહ કેનેડામાં રહીને આપણી ગુજરાતી સંસ્કૃતિની આ કળાઓને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ અગ્નિ ભવાઈના વિવિધ પ્રકારને પરફોર્મ કરે છે. આ તેમની રીત છે આપણી ગુજરાતી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની અને લોકો સુધી આ કળાને પહોંચાડવાની.
ADVERTISEMENT
ડૉ. સોનલ શાહે વર્ષ 2017થી કેનેડાના ટોરંટોમાં રહીને અહીંના લોકોને પ્રાચીન-અર્વાચીન ગરબાનું ઘેલું લગાડ્યું છે. સોનલ શાહ મોટીવેશનલ સ્પીકર છે, સાથે જ તેઓ રિલેશનશીપ કાઉન્સીલર અને પર્સનલ કોચ તરીકે પણ છેલ્લા 17 વર્ષોથી કામ કરે છે. તેઓ કોરોના રોગચાળા સમય દરમિયાન ગરબાના ક્લાસ ઓનલાઈન ચલાવતા હતા એ પછી તેમણે ઇન-પર્સન ક્લાસ લેવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT
સોનલબેન સ્થાનિક કોમ્યુનીટી સેન્ટર અને મંદિરોમાં વોલેન્ટીયર તરીકે સેવા આપે છે. તેઓ એવું માને છે કે ગરબા એ માતાજીની ભક્તિનું સાધન છે, એટલે જ તેઓ ગરબા શીખવવાનો કોઈ ચાર્જ નથી લેતા. આ સિવાય તેઓ બીજી સ્ટાઈલના ડાન્સ પણ શીખવે છે, જેના માટે તેઓ સાવ નજીવો ચાર્જ લે છે.
ADVERTISEMENT
ડૉ. સોનલ શાહ કહે છે કે વિદેશમાં વસતા ગુજરાતીઓ અને નવી જનરેશનને તેઓ પ્રાચીન-અર્વાચીન ગરબાથી માહિતગાર કરે છે. ત્યાંની નવી જનરેશને આપણી સંસ્કૃતિ સાથે વાકેફ કરાવવાનું બીડું ઉઠાવ્યું છે. સોનલબેન ધામિક પ્રસંગોએ મંદિરોમાં પણ પરફોર્મ કરે છે. આ સિવાય નવરાત્રીમાં અને મંદિરોમાં થતા ફંકશનમાં પણ તેઓ ગરબા પરફોર્મ કરે છે. તેઓ કહે છે કે જયારે તેઓ ભારતમાં હતા, ત્યારે પણ તેઓ અહીં આપણી આ ભુલાતી જતી કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ અગ્નિ ભવાઈની સાથે જ મધુબની આર્ટ અને વર્લી પેઇન્ટિંગને પણ પ્રોત્સાહિત કરે છે.
ADVERTISEMENT
તેઓ બધી જ કોમ્યુનીટીના લોકોને ગરબા શીખવે છે, લગભગ 200 લોકોને તેઓ પ્રાચીન-અર્વાચીન ગરબા શીખવે છે. ડૉ. સોનલ શાહની દીકરી એશા શાહ પણ તેમની માતા સાથે જ આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. એશા સ્ટેજ પર અગ્નિ ભવાઈ પણ કરે છે. આ અંગે જણાવતા સોનલબેને કહ્યું કે કેનેડામાં અગ્નિ ભવાઈ પરફોર્મ કરવા માટે પહેલાથી પરમિશન લેવી પડે છે. આ માટે ઘણા ઓર્ગેનાઈઝરે તેમને ના પાડી દીધી હતી. આ પછી એક ગુજરાતી ઓર્ગેનાઈઝરે સ્થાનિક તંત્ર પાસેથી આ માટેની પરવાનગી મેળવી જ લીધી. કેનેડાના કાયદાઓ ઘણા કડક છે એટલે પરવાનગી વિના અગ્નિ ભવાઈ પરફોર્મ ન કરી શકાય. એટલે જ તેમણે આ માટે ખાસ પરવાનગી લેવી પડી હતી.
ADVERTISEMENT
સોનલબેન જણાવે છે કે વિદેશમાં આવીને પણ લોકો આપણી સંસ્કૃતિને ભૂલ્યા નથી. અહીં લોકો જીન્સ કે શોર્ટ્સ કે કોઈ વેસ્ટર્ન કપડાં પહેરીને નહીં પણ કુર્તા કે ભારતીય પરંપરાગત કપડાં પહેરીને મંદિરોમાં જાય છે. ત્યારે ભારતીય હોવાનો ગર્વ વધારે થાય છે. વિદેશમાં રહીને પણ સોનલબેન અને તેમની દીકરી આપણા દેશના બધા જ તહેવારો કેનેડામાં ઉજવે છે, ભલે તે દિવાળી હોય, નવરાત્રી હોય કે ધૂળેટી હોય. આ બધા તહેવારોની ઉજવણી માટે પણ સોનલબેન આગળ રહીને આયોજન કરતા હોય છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ સાન ફ્રાંસિસ્કોમાં ગુજરાતી વાનગીઓ માટે ફેમસ ‘બેશરમ’ રેસ્ટોરાંના મહિલા ઓનરની સક્સેસ સ્ટોરી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.