બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now you will have to go to ITI for learning driving license

ફાયદો / લર્નિંગ લાઈસન્સ માટે હવે RTOના ધક્કા બંધ થઈ જશે, અહીંથી જ મળી જશે

Published By: Parth

Last Updated: 07:00 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ઉમેદવારે લર્નિંગ લાઇસન્સ માટે તેની નજીકની આઈટીઆઈનો ફરજિયાત સંપર્ક કરવાનો રહેશે. આરટીઓનો ભાર ઓછો કરવા માટે હવે આઈટીઆઈમાં લર્નિંગ લાઈસન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શરૂઆતી તબક્કે સિસ્ટમ પૂરી રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી આરટીઓમાંથી એપોઈન્ટમેન્ટ અપાતી હતી.

  • આરટીઓમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હવે ભૂતકાળ બની જશે
  • જો લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું હશે તો સાથે સાથે ફરજિયાત પાકા લાઇસન્સની ફી પણ ભરી દેવી પડશે
  • કોઈપણ વાહન માલિક કે વાહનચાલકને રૂ.1050 એક મહિનો પહેલાં આપી દેવા પડશે

કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની કામગીરી હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે

આરટીઓમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હવે ભૂતકાળ બની જશે. કેમકે, આરટીઓ કચેરીમાંથી કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની કામગીરી હવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તેના માટે આરટીઓના સોફ્ટવેરમાં ફેરફાર પણ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે આરટીઓમાંથી લર્નિંગ લાઇસન્સની  એપોન્ટમેન્ટ નહીં મળે. તાત્કાલિક ધોરણે આ બદલાવ કરવા માટે સારથી સોફ્ટવેરમાં આરટીઓનો લર્નિંગ લાઇસન્સનો સ્લોટ કાઢી નાખવામાં આવ્યો છે.

વાહનચાલકે એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા પૂરી કરવી પડશે

એક અઠવાડિયાં સુધી આરટીઓમાં લર્નિંગ લાઈસન્સની કામગીરી ચાલુ રખાઈ હતી. જે હવે આજથી બંધ કરાઈ છે . આ માટે આઈટીઆઈને પ્રતિ લર્નિંગ લાઇસન્સ ૧૦૦ રૂપિયાનું વળતર અપાય છે. જેમાંથી આઈટીઆઈને ઇન્સ્ટ્રક્ટરનો પગાર ચૂકવવાનો રહેશે. નવા નિયમ અનુસાર આરટીઓ દ્વારા હવે પછી કોઈપણ વાહનચાલકને જો લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું હશે તો સાથે સાથે ફરજિયાત પાકા લાઇસન્સની ફી પણ ભરી દેવી પડશે. તેના માટે વાહનચાલકે એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા પૂરી કરવી પડશે. 

હવે ફરજિયાત રૂ.1050 પણ ભરી દેવા પડશે

અત્યાર સુધી લર્નિંગ લાઇસન્સ માટે માત્ર રૂ.150 ભરવાના થતા હતા, તેની સાથે હવે ફરજિયાત રૂ.1050 પણ ભરી દેવા પડશે. આ નિયમના કારણે હવે પછી લાઈસન્સ કઢાવવા માટે કોઈપણ વાહન માલિક કે વાહનચાલકને રૂ.1050 એક મહિનો પહેલાં આપી દેવા પડશે. જો કોઈ પણ વ્યક્તિ પાસે ટુ વ્હીલરનું લાઇસન્સ હશે અને તેને રિક્ષા અથવા તો ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હશે તો જે તે વાહનચાલક કે વાહનમાલિકને આ અંગે લાઈસન્સમાં ઉમેરો કરી અને ટેસ્ટ આપવો પડશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Driving Licence ITI Learning License RTO Good News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ