બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Now you can share long video on WhatsApp status, this feature will be launched soon

વાહ / હવે સ્ટેટ્સમાં વીડિયો બાબતે કોઈ ચિંતા નહીં, WhatsAppમાં ખાસ ફીચર રોલઆઉટ

Pravin Joshi

Last Updated: 06:00 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp સ્ટેટસ અપડેટને લઈને એક શાનદાર ફીચર લાવ્યું છે, જેમાં યુઝર્સ સરળતાથી સ્ટેટસ પર લાંબા વીડિયો શેર કરી શકશે. આ ફીચર ટૂંક સમયમાં જ રોલઆઉટ કરવામાં આવશે.

WhatsApp એક પછી એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. સ્ક્રીનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર સુધી... WhatsApp તાજેતરમાં ઘણા નવા ફીચર્સ લાવ્યા છે. આ સીરીઝમાં કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી પાવરફુલ ફીચર લાવી છે.

આ નવા ફીચરમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશે. અત્યાર સુધી વોટ્સએપ પર સ્ટેટસ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો, પરંતુ આ નવા ફીચર બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. WABetaInfoએ આ નવા ફીચરની માહિતી આપી છે. એટલું જ નહીં WABetaInfoએ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

 

WhatsApp સ્ટેટ્સ ચડાવતા હોય તો જરા સંભાળીને, નહીંતર જશો જેલ, મુંબઈમાં  બન્યું ચોંકાવનારું/ whatsapp status with hate or provocation can send you  to jail bombay high court appeals to users

ઘણા સમયથી આ ફીચરની માંગ હતી

કંપની બીટા યુઝર્સ માટે આ નવું ફીચર રોલઆઉટ કરી રહી છે. બીટા યુઝર્સ આ અપડેટને એન્ડ્રોઇડ 2.24.7.6 માટે WhatsApp બીટામાં ચેક કરી શકે છે. યુઝર્સ લાંબા સમયથી સ્ટેટસમાં લાંબા વીડિયો શેર કરવાના ફીચરની માંગ કરી રહ્યા હતા, જે બાદ તેમની માંગ પૂરી થવા જઈ રહી છે. બીટા પરીક્ષણ પૂર્ણ થયા પછી જ આ સુવિધા વૈશ્વિક વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે.

Topic | VTV Gujarati

વધુ વાંચો : વોટ્સઅપમાં જૂની ચેટ અને ફોટા શોધવાની ઝંઝટ ખતમ, નવું ફિચર એક ક્લિકમાં કરશે કામ

સ્ટેટસ અપડેટ ફીચર સિવાય વોટ્સએપ અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં તમે WhatsApp પર UPI પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરી શકશો. WABetaInfoના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ ફીચર પર બીટા ટેસ્ટિંગ કરી રહી છે, ત્યારબાદ જ આ ફીચરને વૈશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Feature Status WhatsApp WhatsAppfeature sharelongvideo WhatsApp feature
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ