બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / No more hassle of finding old chats & photos in WhatsApp, the new feature will work on one click

વોટ્સએપ / વોટ્સઅપમાં જૂની ચેટ અને ફોટા શોધવાની ઝંઝટ ખતમ, નવું ફિચર એક ક્લિકમાં કરશે કામ

Dhruv

Last Updated: 05:18 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સઅપ દ્વારા સર્ચ બાય ડેટ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી જૂની ચેટ ગણતરીની સેકન્ડમાં મળી જશે.

દરેક વોટ્સએપ યુઝરર્સ  સામાન્ય રીતે એક જ સમસ્યાનો અનુભવ કરતા હોય છે. અને એ છે કે, જૂની ચેટ શોધવામાં બહુ મહેનત અથવા તો, તકલીફ  પડે છે. 
આજના સમયમાં વીડિયો, મેસેજ કે ફોટો શેર કરવામાં વોટ્સઅપ મોખરે છે. પણ વોટ્સઅપનો એક ડ્રો બેક છે કે, જૂની ચેટ કે ફોટો શોધવામાં બહુ મહેનત કરવી  પડે છે. પણ હવે, આ તકલીફ નહીં પડે. વોટ્સઅપ દ્વારા નવું  ફિચર એડ  કરવામાં આવ્યું છે. આ ફિચરથી  તમે તમારી જૂની ચેટ, વીડિયો અને ફોટો સરળતાથી પ્રાપ્ત કરી શકશો. 

શું છે વોટ્સઅપનું સર્ચ બાય ડેટ ફિચર?

વોટ્સઅપ દ્વારા સર્ચ બાય ડેટ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી જૂની ચેટ ગણતરીની સેકન્ડમાં મળી જશે.  કોઈપણ ચેટને પાછી  સરળતાથી મેળવી શકાશે. વોટ્સઅપના નવા ફિચર અંગેની માહિતી  માર્કઝુકરબર્ગે આપી છે. માર્કઝુકરબર્ગે વીડિયો શેયર કરીને બતાવ્યું કે વોટ્સઅપના નવાં ફિચરનો ઉપયોગ કઈ રીતે કરવો. 

વાંચવા જેવું:  એક્શનમાં Google, પ્લે સ્ટોરમાંથી એકસાથે 10 Apps કરાઇ રિમૂવ, જાણો કારણ

કેવી રીતે સર્ચ કરવું 

જૂની ચેટ પાછી લાવા સૌ પ્રથમ કોન્ટેક્ટ લીસ્ટમાં જઈ પ્રોફાઈલ પર જવાનું રહશે, ત્યારબાદ ચાર ઓપ્શન દેખાશે. જેમાં સર્ચ ઓપ્શન પર ક્લીક કરવાનું રહેશે. ત્યારબાદ ડેટ સીલેક્ટ કરવાની રહેશે. આ પછી તમે જે તારીખ પ્રમાણે ચેટ સર્ચ કરવાની હોય તે તારીખ પર ક્લીક કરવાની રહેશે. આ ફિચર પર્સનલ અને ગ્રુપમાં પણ કામ કરશે 


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ