બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / google took big action against 10 apps remove from play store
Last Updated: 10:06 AM, 2 March 2024
સાઈબર ફ્રોડથી બચવા માટે ગુગલની તરફથી અલગ અલગ પગલાં ભરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. ગુગલે ભારતમાં 10 કંપનીઓની એપ્સને રિમૂવ કરવાની સ્ટાર્ટ કરી દીધી છે. તેમાં અમુક પોપ્યુલર મેટ્રોમોની એપ્સ પણ છે. હકીકતે આ મામલો સર્વિસ ફીસ પેમેન્ટ ન આપવાને લઈને છે. આજ કારણ છે કે ટેક જોઈન્ટે હવે આ એપ્સને રિમૂવ કરવાનો નિર્ણય કરી લીધો છે.
ADVERTISEMENT
હકીકતે સ્ટાર્ટઅપ્સ ઈચ્છે છે કે ગુગલની તરફથી આ ચાર્ચ ન લગાવવામાં આવે. તેને જોતા તેમણે આ પેમેન્ટ ન હતું કર્યું. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ગયો હતો. સ્ટાર્ટઅપ્સ આ એપ પેમેન્ટ્સને રોકવા માંગતી હતી.
ADVERTISEMENT
પરંતુ ગુગલને હવે તેના પર લીલી ઝંડી મળી ગઈ છે. એવામાં સ્ટાર્ટઅપ્સને ફીની ચુકવણી કરવી પડશે અથવા તો તેમની એપ્સ રિમૂવ થઈ જશે. સુપ્રીમ કોર્ટની તરફથી પણ તેને લઈને ઓર્ડર આપવામાં આવ્યો છે. કોર્ટે સ્ટાર્ટઅપ્સને તેના પર કોઈ પણ રાહત આપવાનો ઈનકાર કર્યો છે.
વધુ વાંચો: Paytm Payment Bank પર કરોડોનો દંડ: મની લૉન્ડ્રિંગ કેસમાં FIU-INDએ કરી કડક કાર્યવાહી
Matrimony.com ડેટિંગ એપ્સ Bharat Matrimony, Christian Matrimony, Muslim Matrimony અને Jodiiને શુક્રવારે ડિલીટ કરી દીધુ છે. કંપનીના ફાઉન્ડરે તેને ભારતીય ઈન્ટરનેટ માટે ડાર્ક ડે જાહેર કર્યો છે. કંપનીએના ફાઉન્ડર્સે તેના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે અમારી એપ્સને ગુગલની તરફથી એક એક કરી ડિલિટ કરી દેવામાં આવી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.