બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Paytm Payment Bank fined crores FIU IND takes strict action in money laundering case

વધુ એક ફટકો / Paytm Payment Bank પર કરોડોનો દંડ: મની લૉન્ડ્રિંગ કેસમાં FIU-INDએ કરી કડક કાર્યવાહી

Pravin Joshi

Last Updated: 09:46 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paytm પેમેન્ટ બેંક પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઑફ ઇન્ડિયા (FIU-IND) એ મની લોન્ડરિંગના ઉલ્લંઘન માટે પેટીએમ પેમેન્ટ બેંક પર 5.49 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

Paytm પર મુશ્કેલી ઘટવાને બદલે દિવસે દિવસે વધી રહી છે. ત્યારે આજે ફરી કંપનીને એક મોટો ફટકો લાગ્યો છે. હવે સરકારે Paytm પેમેન્ટ બેંક પર ભારે દંડ લગાવ્યો છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઑફ ઇન્ડિયા (FIU-IND) એ મની લોન્ડરિંગના ઉલ્લંઘન માટે પેટીએમ પેમેન્ટ બેંક પર 5.49 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. નાણાં મંત્રાલયના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ Paytm પેમેન્ટ્સ બેંક પર આ દંડ લગાવ્યો છે.

Paytm યુઝર્સ એલર્ટ! હવે નવું Fastag લેવાનું વિચારો છો, તો પહેલાં જૂનું બંધ  કરાવજો, નહીંતર...!/ paytm fastag online these steps will help you tech news

મની લોન્ડરિંગ કેસ

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં Paytm પેમેન્ટ્સ બેંક પર આ દંડની માહિતી આપતા એવું કહેવામાં આવ્યું છે કે ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ - ભારતે પેટીએમ પેમેન્ટ્સ બેંકના કેટલાક એકમો અને નેટવર્કને ઓનલાઈન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના કારણે શોધી કાઢ્યા છે.  આ ગેરકાયદેસર કામકાજમાંથી મળેલ નાણાં બેંક ખાતા દ્વારા Paytm પેમેન્ટ બેંકના આ એકમોમાં મોકલવામાં આવ્યા હતા. જેના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા 31 જાન્યુઆરીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. કેન્દ્રીય બેંકે 29મી ફેબ્રુઆરી સુધીમાં Paytmની બેંકિંગ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ સમયમર્યાદા વધારીને 15મી માર્ચ કરવામાં આવી છે.

Paytmને પડતા પર પાટું! લાગ્યો વધુ એક ઝટકો, હવે ડાયરેક્ટરે જ કંપનીને કહી  દીધા રામરામ | Paytm gets another blow, Paytm Payment Bank director resigns

UPI ચલાવવા માટે Paytm માટે RBIની આ સલાહ

જો Paytm UPI સેવાઓને Paytm પેમેન્ટ સાથે લિંક કરવામાં આવે છે, તો તે 15 માર્ચ પછી કામ કરશે નહીં. જો આ સેવા ચાલુ રાખવી હોય તો ગ્રાહકો અને વેપારીઓએ તેમના Paytm UPI ને કોઈ અન્ય બેંક સાથે લિંક કરવું પડશે. આરબીઆઈએ તાજેતરમાં આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. RBI ને NPCI ને UPI સિસ્ટમમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રદાતા બનવા માટે One 97 Communications Ltd ની વિનંતીની સમીક્ષા કરવા જણાવ્યું છે.  RBIએ NPCI જે સંસ્થા ડિજિટલ પેમેન્ટની કામગીરીની દેખરેખ રાખે છે, @paytm હેન્ડલને અન્ય નવી બેંકોમાં સ્થાનાંતરિત કરવા જણાવ્યું છે. જે બાદ Paytmની પેરેન્ટ કંપની One97 Communication Limited આ માટે 4-5 બેંકોના સંપર્કમાં છે.

Topic | VTV Gujarati

પેટીએમ પાસે 15 માર્ચ સુધી તક 

આરબીઆઈએ કહ્યું છે કે યુપીઆઈ હેન્ડલનું માઈગ્રેશન ફક્ત તે ગ્રાહકો અને વેપારીઓ માટે જ હશે જેમના યુપીઆઈ હેન્ડલ પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલા છે. આરબીઆઈનું આ પગલું Paytm પેમેન્ટ બેંકના તે ગ્રાહકો અને વેપારીઓને રાહત આપશે જેમની UPI Paytm પેમેન્ટ બેંક સાથે જોડાયેલ છે. Paytm, Axis Bank સાથે મળીને NPCI ને UPI બિઝનેસ માટે થર્ડ પાર્ટી  એપ્લિકેશન પ્રદાતા તરીકે કામ કરવા માટે અરજી કરી હતી. અમે તમને જણાવી દઈએ કે UPI ટ્રાન્ઝેક્શન્સ Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા થાય છે. Paytm હાલમાં TPAP તરીકે વર્ગીકૃત નથી. બીજી તરફ Amazon Pay, Google Pay, Mobikwik, PhonePe અને WhatsApp સહિત 22 સંસ્થાઓ હાલમાં TPAP લાઇસન્સ ધરાવે છે.

વધુ વાંચો : ફાસ્ટેગ KYCની ડેડલાઇન લંબાવાઇ, ગેસનો બાટલો થયો મોંઘો: પહેલી માર્ચથી થયા આ બદલાવ

નોંધનીય છે કે કોઈપણ UPI એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે તેને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે NCPI દેશભરમાં UPI ટ્રાન્ઝેક્શનનું સંચાલન અને દેખરેખ રાખે છે. આરબીઆઈનું કહેવું છે કે જો OCLને થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર (TPAP) નો દરજ્જો મળે છે, તો @paytm હેન્ડલને ગ્રાહકોને કોઈ મુશ્કેલી નડ્યા વિના એકીકૃત રીતે સ્થાનાંતરિત કરવું જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ