બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / Common people got a big shock on March 1 cylinders became expensive these 5 changes will bother you

નિયમોમાં ફેરફાર / ફાસ્ટેગ KYCની ડેડલાઇન લંબાવાઇ, ગેસનો બાટલો થયો મોંઘો: પહેલી માર્ચથી થયા આ બદલાવ

Pravin Joshi

Last Updated: 04:30 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે માર્ચના પ્રથમ દિવસે સામાન્ય લોકોને આંચકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. 1 માર્ચ 2024ના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આજે માર્ચના પ્રથમ દિવસે સામાન્ય લોકોને ફરી ફટકો પડ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. 1 માર્ચ 2024ના રોજ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય મહિનાના પહેલા દિવસે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ આજથી ક્યા ક્યા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે..

LPGથી લઇને GST સુધી... 1 માર્ચથી દેશમાં બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા  પર શું અસર થશે? | Rules Change From 1st March 2024 these changes are going  to happen from march

એલપીજી સિલિન્ડર મોંઘા થયા

દિલ્હીમાં સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 26 રૂપિયાનો વધારો થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1795 રૂપિયા, કોલકાતામાં 1911 રૂપિયા, ચેન્નાઈમાં 23.50 રૂપિયા અને મુંબઈમાં 1749 રૂપિયા થઈ ગઈ છે. ગયા મહિને 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કંપનીઓએ ઘરેલુ 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો નથી. 14.2 kg LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Stock Market Update | VTV Gujarati

શેરબજાર 13 દિવસ બંધ રહેશે

માર્ચ મહિનામાં શેરબજાર 13 દિવસ બંધ રહેશે. તહેવારોને કારણે માર્ચમાં ત્રણ દિવસ અને સપ્તાહની રજાઓને કારણે 10 દિવસ શેરબજાર બંધ રહેશે. માર્ચ મહિનામાં 5 રવિવાર અને 5 શનિવાર છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) માર્ચમાં 13 દિવસ સુધી વેપાર કરશે નહીં. જાહેર રજાના દિવસે શેરબજારમાં કોઈ વેપાર થતો નથી. માર્ચ મહિનામાં શિવરાત્રી, હોળી અને ગુડ ફ્રાઈડેના કારણે શેરબજાર બંધ રહેવાનું છે.

Tag | VTV Gujarati

માર્ચમાં બેંકો 14 દિવસ બંધ રહેશે

માર્ચમાં બેંકો 14 દિવસ બંધ રહેશે. આ 14 દિવસની રજાઓમાં બધા રવિવાર, બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે. એટલે કે સાપ્તાહિક રજાઓ સિવાય બેંક તહેવારોના કારણે આઠ દિવસ બેંકો બંધ રહેશે. દેશના તમામ રાજ્યોમાં એક સાથે 14 દિવસ સુધી બેંકો બંધ રહેશે નહીં. આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ દિવસે હશે. જ્યાં રજાઓ છે તે રાજ્યોમાં જ બેંકો બંધ રહેશે. માર્ચ મહિનામાં શિવરાત્રી, હોળી અને ગુડ ફ્રાઈડે જેવા તહેવારો છે જેના કારણે બેંકો બંધ રહેશે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો રજાઓની યાદી તપાસો.

FASTAG યુઝર્સ જલ્દી કરે! 29 ફેબ્રુઆરી પહેલા પતાવી દો આ કામ, નહીં તો લાગશે  બમણો Tall Tax / Fasteg users should do this before February 29 otherwise  double toll tax will be charged.

ફાસ્ટેગ KYC

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ફાસ્ટેગના KYCને અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી હતી, જેને વધારીને 31 માર્ચ કરવામાં આવી છે. તમે 31 માર્ચ 2024 સુધી ફાસ્ટેગ માટે KYC કરાવી શકો છો.

Facebook, Instagram અને X ને સરકારે આપી ચેતવણી, જાહેર કરી ગાઈડલાઇન, પોર્ન,  ડીપફેકનો ઉલ્લેખ/ government of india issues advisory to social media  platforms on deepfakes

વધુ વાંચો : GSTથી લઇને અનેક નિયમોમાં આજથી બદલાવ, જાણી લેજો નહીંતર પાછળથી પસ્તાશો

સોશિયલ મીડિયાના નવા નિયમો

સરકારે તાજેતરમાં IT નિયમોમાં ફેરફાર કર્યો છે. X, Facebook, YouTube અને Instagram જેવી સોશિયલ મીડિયા એપને આ નિયમોનું પાલન કરવું પડશે. જો માર્ચથી સોશિયલ મીડિયા પર ખોટા તથ્યો સાથે કોઈ સમાચાર પ્રસારિત થાય છે, તો તેના માટે દંડ થઈ શકે છે. સરકારનો હેતુ સોશિયલ મીડિયાને સુરક્ષિત બનાવવાનો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ