બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પ્રતિક્ષા પૂરી! હવે WhatsApp પર મેસેજ કરી શકશો શિડ્યુલ, મોડી રાત સુધી જાગવાની જરુર નહીં
Last Updated: 01:46 AM, 23 February 2026
WhatsApp પર લાંબા સમયથી એક ફીચરની રાહ જોવાતી હતી. જેનું નામ WhatsApp મેસેજ શેડ્યૂલ ફીચર છે. આ ફીચર સાથે માત્ર એક મેસેજ લખો અને સમય અને તારીખ સેટ કરો. તારીખ અને સમય આવતાની સાથે જ મેસેજ ઓટોમેટિક પહોંચાડવામાં આવશે. આ ફીચરનો ઉપયોગ જન્મદિવસ, વર્ષગાંઠ અને અન્ય અનેક બાબતો પર કોઈને શુભેચ્છા પાઠવવા માટે કરી શકાય છે.
ADVERTISEMENT
આ અપકમિંગ WhatsApp ફીચરને ટ્રેક કરતી વેબસાઇટ Wabetainfo અહેવાલ આપે છે કે TestFlight બીટા પ્રોગ્રામ હેઠળ Scheduled Messages નામની એક નવી ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
Wabetainfo અનુસાર આ ફીચર હાલમાં ડેવલોમેન્ટ ફેઝમાં છે અને હજુ સુધી બીટા વર્ઝન માટે ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. Wabetainfo એ આ આગામી ફીચરની એક ઇમેજ પણ શેર કરી છે, જે સ્પષ્ટપણે મેસેજ શેડ્યૂલ કરવાનો ઓપ્શન દર્શાવે છે.
ADVERTISEMENT
આ અંગે Wabetainfo એ પોસ્ટ કર્યું છે કે, WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે ચેટ્સને શેડ્યૂલ કરવાની મંજૂરી આપશે. આ ફીચર ભવિષ્યના અપડેટમાં ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.