બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / iPhone 18 Pro સિરીઝના લિક્સ આવ્યા સામે- કિંમત, લોન્ચ ડેટ અને ફીચર્સને લઇ ચર્ચા

ટેક / iPhone 18 Pro સિરીઝના લિક્સ આવ્યા સામે- કિંમત, લોન્ચ ડેટ અને ફીચર્સને લઇ ચર્ચા

Nirav Kumar

Last Updated: 11:35 PM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલના iPhones 18 પ્રો અને iPhones 18 પ્રો મેક્સના લીક્સથી લોકોની એકસાઈટમેન્ટ વધી છે. ચાલો જોઈએ તેના સ્પેસિફિકેશન કેવા હોઈ શકે છે અને કિંમત કેટલી રાખવામાં આવી શકે છે.

એપલના આગામી ફ્લેગશિપ આઇફોન અંગે ચર્ચાઓ તેજ બની છે. iPhones 18 પ્રો અને આઇફોન 18 પ્રો મેક્સ અંગેના શરૂઆતના લીક્સે યુઝર્સની ઉત્સુકતા વધારી છે. જેમાં કંપની મોટા ડિઝાઇન ફેરફારોને બદલે પરફોર્મન્સ અને કેમેરા સુધારણા પર ફોકસ કરી શકે છે. જો આ દાવાઓ સાચા સાબિત થાય તો 2026 નું આઇફોન અપગ્રેડ વધુ પાવરફુલ હોઈ શકે છે.

  • ડિસ્પ્લે અને ડિઝાઇન?
    લીક્સ અનુસાર, iPhones 18 પ્રોમાં 120Hz રિફ્રેશ રેટ માટે સપોર્ટ સાથે 6.3-ઇંચનું OLED ડિસ્પ્લે આવી શકે છે. આઇફોન 18 પ્રો મેક્સમાં 6.9-ઇંચનું મોટું OLED પેનલ હોઈ શકે છે. આ બંને મોડેલો માટે પીક બ્રાઇટનેસ લગભગ 3000 નિટ્સ સુધી પહોંચવાની શક્યતા છે. તેમાં ડિઝાઇનમાં કોઈ મોટા ફેરફારો થશે નહીં પરંતુ એપલ ડિસ્પ્લે ક્વોલિટી સુધારવા અને સુધારવા પર ફોક્સ કરી શકે છે.
  • પરફોર્મન્સ અને સ્ટોરેજમાં મોટા અપગ્રેડ?
    નવી સિરીઝમાં એપલનો આગામી પેઢીનો A20 પ્રો ચિપસેટ હોવાની શક્યતા છે. એવું મનાય છે કે આ ચિપ માત્ર રો પાવર પર જ નહીં પરંતુ સુધારેલી કાર્યક્ષમતા પર પણ ફોક્સ કરશે. લીક્સ મુજબ બંને ફોનમાં 12GB સુધીની RAM અને 1TB સ્ટોરેજ વિકલ્પો હોઈ શકે છે. આ RAM ની દ્રષ્ટિએ પણ મોટા અપગ્રેડ લાવી શકે છે. જો આવું થાય તો મલ્ટીટાસ્કીંગ અને હાઇ-એન્ડ ગેમિંગ પહેલા કરતા વધુ ઇઝી બની શકે છે.
vtv app promotion
  • કેમેરામાં શું હશે ખાસ?

તેના કેમેરામાં Apple મોટા હાર્ડવેર ફેરફારોને બદલે ઇમેજ પ્રોસેસિંગ પર ફોક્સ કરી શકે છે. જેમાં પ્રો મોડેલમાં 48MP પ્રાઈમરી કેમેરા, સુધારેલી ઝૂમ કેપેસીટી સાથે હશે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 18MP ફ્રન્ટ કેમેરાની અપેક્ષા છે. આમ કંપની સોફ્ટવેર ટ્યુનિંગ દ્વારા ફોટો ક્વોલોટી વધુ સુધારવાની વ્યૂહરચના પર કામ કરી રહી હોય તેવું લાગે છે.

વધુ વાંચો : Googleએ પ્લે સ્ટોરથી હટાવી 17 લાખ ફેક એપ્સ, હવે નહીં ચોરાઈ શકે તમારો ડેટા

  • ભારતમાં લોન્ચ ડેટ અને કિંમત
    આ લીક્સ અનુસાર iPhone 18 Pro સિરીઝ 3 થી 9 સપ્ટેમ્બર 2026 ની વચ્ચે લોન્ચ થઈ શકે છે. કોફી બ્રાઉન, બર્ગન્ડી અને ડીપ પર્પલ જેવા નવા કલર આ વખતે ઉપલબ્ધ થવાનું રૂમર્સ છે. જો કિંમતની વાત કરીએ તો ભારતમાં iPhone 18 Pro ની કિંમત લગભગ 139,900 રૂપિયાથી શરૂ થવાની શક્યતા છે, જ્યારે Pro Max ની કિંમત લગભગ 159,900 રૂપિયાથી શરૂ થવાની શક્યતા છે. Apple એ હજુ સુધી આ બાબતની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કર્યું. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 18 Pro iPhone 18 Pro Max Apple
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ