ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / now-you-can-also-open-patanjali-s-showroom-know-what-is-the-detail

NULL / હવે તમે પણ ખોલી શકો છો પતંજલિ પરિધાનનો શોરૂમ જાણો શુ છે વિગત

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

થોડા દિવસો પહેલા બાબા રામદેવની કંપની પતંજલિએ ડેરી ઉદ્યોગમાં એન્ટ્રી કરી હતી અને હવે કંપનીએ સ્વદેશી બ્રાન્ડેડ કપડાને પ્રોત્સાહન આપવા માટે ટેક્સટાઇલ કારોબારમાં કદમ મૂક્યો છે. યોગ ગુરુ રામદેવ તેમની કંપની પતંજલિના સતત વિસ્તરણમાં સંકળાયેલા છે. 

પતંજલિ દવાઓ એફએમસીજી ઉત્પાદનો અને દૂધ પછી કપડાંના વ્યવસાયમાં જવા માટે તૈયાર છે. મળતી માહિતી મુજબ કંપનીએ પતંજલિ પરિધાનના નામથી શરૂ થનારા કપડાના શૉરૂમની ફ્રેન્ચાઇઝી માટે કંપનીએ અરજીની માગ કરી છે. 

પતંજલિ બ્રાન્ડ સાથે તમે કેવી રીત જોડાઇ શકો છો આજે અમે તમને બતાવીશું અને તમારે પતંજલિ પરિધાનની ફ્રેન્ચાઇઝી મેળવવા માટે શું કરવું પડશે એ પણ જણાવીશું. 

પતંજલિ પરિધાનની ફ્રેન્ચાઇઝી લેવા માટે સૌથી પહેલા તમારી પાસે પોતાની જગ્યા હોવી જોઈએ. ઉપરાંત પતંજલિ પરિધાનનો શોરૂમ ખોલવા માટે કોઇ પણ પ્રમુખ માર્કેટ મોલ અને કમર્શિયલ કોમ્પલેક્સમાં આવશ્યક સ્પેસ અથવા જગ્યા હોવી જરૂરી છે. આ શોરૂમ માટે તમારી પાસે ઓછામાં ઓછા 2 000 સ્ક્વેયર ફુટનો સ્પેસ હોવો આવશ્યક છે. 


આ સ્પેસનો આગળનો હિસ્સો ઓછામાં ઓછો 20 ફુટ પહોળો અને તેની લંબાઈ ઓછામાં ઓછી 10 ફુટ જેટલી હોવી જોઈએ. આ ઉપરાંત કંપનીને પોતાના બિઝનેસને ચલાવવા માટે એવા અનુભવી લોકોની આવશ્યતા છે જે પહેલાથી જ આ ટેક્સટાઇલ અથવા ગાર્મેન્ટના ઉદ્યોગથી સંકળાયેલ છે. 

તમને બતાવી દઇએ કે જો તમે પતંજલિ પરિધાનની ફ્રેન્ચાઇઝી લેવા માંગતા હોવ તો તમે કંપનીના ઇમેલ એડ્રેસ અને નંબરો પર સંપર્ક કરી શકો છો.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ