ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / now-sbi-customers-get-big-benefit-from-this-new-rule

NULL / SBIના ગ્રાહકો માટે ખુશખબરી આ નવા નિયમથી મળશે ફાયદો

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને બમ્પર ભેટ આપી છે. જો તમારી પાસે આ બેંકનું ખાતુ છે તો હવે તમને મોટો લાભ થશે. બેંકના આ પગલા બાદ જે કામને કરતા કલાક લાગતા હતા તે હવે મિનિટોમાં પતી જશે. ખરેખર બેંકે ઑનલાઈન ફંડ ટ્રાન્જેક્શનના નિયમ બદલી નાખ્યા છે. આ નિયમ હેઠળ હવે તમારે કોઈ પણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા છે તો તમારે તે વ્યક્તિના એકાઉન્ટને એડ કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે પૈસા ટ્રાન્સફર કરવા માટે જો તમે કોઈને એડ કરો છો તો ઓછામાં ઓછા અડધા કલાક બાદ જ તે વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.

‘ક્વિક ટ્રાન્સફર’ નામથી શરૂ કરી સુવિધા:

SBIએ આ માટે ‘ક્વિક ટ્રાન્સફર’ નામથી એક સુવિધા શરૂ કરી છે જે નેટ બેકિંગના ડેશબોર્ડમાં છે. આ નવી સુવિધા મુજબ જો તમે એવી વ્યક્તિને ઑનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા ઈચ્છો છો જેના ખાતા પણ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં છે તો તમારે તેના માટે તે વ્યક્તિની ડિટેઈલ બેનેફિશયરી તરીકે એડ કરવાની જરૂરીયાત નથી. તમે તેને બેનિફિશિયરીમાં એડ કર્યા વગર એક વખતમાં મહત્તમ 10 000 રૂપિયા અને એક દિવસમાં મહત્તમ 25 000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે.

આવી રીતે થશે સમયની બચત:

મહત્વનુ છે કે આ પહેલાની પ્રક્રિયા એવી હતી કે જો તમારે તમારા ખાતામાંથી કોઈ અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા હોય તો સૌથી પહેલા તેને બેનેફિશિયરી તરીકે જોડાતો હતો. તેના માટે તેનુ બેંક ખાતુ IFSE કોડ બેંકનુ સરનામુ વગેરે જેવી વિગતો ભરવી પડતી હતી અને અડધા કલાક બાદ પૈસા ટ્રાન્સફર થઈ શકતા હતાં. SBIની નવી સુવિધાથી આ કામ થોડી મિનિટોમાં થઈ જશે. અહીં તમને જણાવવાનું કે SBI દેશની સૌથી મોટી બેંક છે અને તેની પાસે સૌથી વધુ ખાતા છે. બેંકના આ સરાહનીય પગલાથી લગભગ 5 કરોડથી વધુ લોકોને ફાયદો મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ