બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / બોરડી સમઢીયાળામાં રણુજા મંદિરના મહંતનો આપ*ઘાત, બીમારીથી પીડાતા હોવાનું ખૂલ્યું
Last Updated: 02:06 PM, 29 June 2026
Mahant Karshandas Bapu : જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં રણુજા મંદિરના મહંત કરશનદાસ બાપુએ જીવન ટૂંકાવ્યાની ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. મંદિર નજીક આવેલી વાડીના કૂવામાંથી તેમનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના ?
પ્રાથમિક માહિતી મુજબ ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. તેમાં મહંત કરશનદાસ બાપુએ છેલ્લા 47 વર્ષથી રણુજા મંદિરમાં સેવાપૂજા કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું સામે આવ્યું છે. નોંધમાં તેમણે પોતાના જીવનપ્રવાસ અંગે કેટલીક વ્યક્તિગત વિગતો પણ લખી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ તેઓ મૂળ મીઠાપુરના રહેવાસી અને વરીયા કુંભાર જ્ઞાતિમાં જન્મેલા હતા. લાંબા સમયથી મંદિર સાથે જોડાયેલા રહી ધાર્મિક સેવા આપતા હતા. છેલ્લા લગભગ 10 વર્ષથી તેઓ ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા અને સારવાર દરમિયાન થતી શારીરિક પીડા તથા પરિસ્થિતિઓને કારણે આ પગલું ભર્યાનો ઉલ્લેખ સામે આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : 30 સેકન્ડમાં 30 લાખના હીરા-સોનું ચોરી ફરાર થયો ચોર, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
ADVERTISEMENT
આ સાથે સ્યુસાઇડ નોટમાં મંદિરના નવા મહંત તરીકે વડલ હનુમંતની સેવા કરતા રામદાસ બાપુને જવાબદારી સોંપવાનું કહ્યું હોવાનું પણ ખૂલ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.