બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ઝડપાયેલ પ્લાઝ્મા રેકેટમાં ઘટસ્ફોટ, SP ઓમ પ્રકાશ જાટનુ મોટું નિવેદન
Last Updated: 03:04 PM, 29 June 2026
Ahmedabad Plasma Racket : અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાજેતરમાં ઝડપેલા કથિત પ્લાઝ્મા રેકેટ મામલે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. વાસ્તવમાં સમગ્ર કેસમાં પ્રાથમિક તપાસ બાદ પોલીસ અને આરોગ્ય સંબંધિત વિભાગોએ મળીને કાર્યવાહી આગળ વધારી છે. આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસપી ઓમ પ્રકાશ જાટે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે.
ADVERTISEMENT
શું કહ્યું ગ્રામ્ય પોલીસના એસપી ઓમ પ્રકાશ જાટે ?
આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની અનેક બ્લડ બેંકો સાથે સંપર્કમાં હતો અને ત્યાં પ્લાઝ્માનું વિતરણ કરવામાં આવતું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ કબ્જે કરાયેલા કુલ 1140 યુનિટ પ્લાઝ્માના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં મળેલા રિપોર્ટમાં ગુણવત્તા અને સલામતી સંબંધિત ગંભીર ખામીઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતની કોઈ હોસ્પિટલ અથવા બ્લડ બેંક સુધી..
આ સાથે તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, કેટલીક જગ્યાએ પ્લાઝ્મામાં ભેળસેળ કરવામાં આવતી હતી અને તેમાં અન્ય પ્રવાહી મિશ્રણ કરવાના આરોપો સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આવી વસ્તુ જો સારવારમાં ઉપયોગમાં લેવાઈ હોત તો તે દર્દીઓ માટે ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરી શકતી હતી. જોકે તપાસમાં હાલમાં સુધી એવું સામે આવ્યું છે કે ગુજરાતની કોઈ હોસ્પિટલ અથવા બ્લડ બેંક સુધી આ શંકાસ્પદ પ્લાઝ્માનું વિતરણ થયું હોવાનો પુરાવો મળ્યો નથી.
ADVERTISEMENT
બીજે મેડિકલ કોલેજ અને સંબંધિત લેબોરેટરીના રિપોર્ટના આધારે વધુ વૈજ્ઞાનિક તપાસ શરૂ કરવામાં આવી છે. હવે ફરીથી લેબ ટેસ્ટ દ્વારા કેમિકલ સ્તરે ભેળસેળ થઈ હતી કે નહીં તેની ખાતરી કરવામાં આવશે. સાથે જ બ્લડ બેંકની કાર્યપદ્ધતિ અને SOPના આધારે પણ તપાસ વિસ્તૃત કરવામાં આવી રહી છે. આ કેસમાં નાણાકીય લેવડદેવડનો મુદ્દો પણ તપાસ હેઠળ છે. બેન્ક ટ્રાન્ઝેક્શન ઉપરાંત રોકડ વ્યવહાર અને આંગડિયા મારફતે કોઈ વ્યવહાર થયો હતો કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસ સાથે સંકલન કરીને બ્લડ બેંકોના સંચાલકોની પૂછપરછ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલ તપાસ અહેવાલ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગને મોકલવામાં આવશે તેમજ ભવિષ્યમાં આવી ઘટના અટકાવવા પ્લાઝ્મા સંબંધિત નિયમોમાં જરૂરી સુધારાઓ માટે સૂચનો પણ આપવામાં આવશે.
ADVERTISEMENT
સમગ્ર મામલો શું હતો?
આ સમગ્ર કેસ ત્યારે સામે આવ્યો જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે શંકાસ્પદ રીતે સંગ્રહ અને સપ્લાય કરવામાં આવતાં પ્લાઝ્મા યુનિટ અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ આગળ વધતા પ્લાઝ્માની ગુણવત્તા, સ્ટોરેજ અને સપ્લાય ચેઇનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી. ત્યારબાદ આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસની સંયુક્ત તપાસમાં કથિત ભેળસેળ અને ગેરરીતિના મુદ્દાઓ બહાર આવ્યા, જેના આધારે હવે સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.