બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રથયાત્રા પૂર્વે અમદાવાદને ગુનાખોરીથી મુક્ત કરવા પોલીસનું ખાસ અભિયાન, અસામાજિક તત્વો સામે કાર્યવાહી
Last Updated: 03:02 PM, 29 June 2026
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હવે નજીક આવી રહી છે ત્યારે શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને અસામાજિક તત્વો માહોલ બાગી ન શકે તે માટે શહેરભરમાં ગુનાખોરી વિરોધી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
શહેરમાં ક્રાઈમ બ્રાંચ, પીસીબી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદે હથિયારો, દારૂનો વેપાર, હિસ્ટ્રીશીટરો અને ગુનાઈત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સામે સતત કાર્યવાહી કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ લોકોની હિલચાલ પર સતત દેખરેખ રખાઈ રહી છે.
તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે જુહાપુરાના વિશાલા સર્કલ નજીકથી અયાઝ ઉર્ફે બાલા અનવરહુસેન શેખને એક દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી રથયાત્રા પહેલાં ગેરકાયદે હથિયારો સામે પોલીસનું કડક વલણ સ્પષ્ટ થયું છે.
ADVERTISEMENT
બીજી તરફ ખોખરાના સૂર્યનગર વિસ્તારમાં દરોડા પાડી અશોક જાદવને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી અંદાજે 19 હજાર રૂપિયાનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. ગોમતીપુર વિસ્તારમાં પણ પોલીસે કાર્યવાહી કરીને સાગર ઉર્ફે ફાઈટર પરમાર પાસેથી 61 હજાર રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. ઈસનપુર પોલીસે જાહેર સ્થળેથી દારૂની 41 બોટલ કબજે કરીને ગેરકાયદે દારૂનાં વેચાણ સામે કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુરા વિસ્તારમાં જ્યુબિલી મિલ પરિસરમાંથી 40 બોટલ દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રાણીપ પોલીસે કેશવનગર વિસ્તારમાંથી 108 લીટર દેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો- દરિયાપુરમાં બબાલ, રથયાત્રાના રૂટ પર પથ્થરમારો, પોલીસે કરી કાર્યવાહી
ADVERTISEMENT
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ ગુનામાં સંડોવાયેલા લોકોની યાદી તૈયાર કરીને તેમને પોલીસ મથકે બોલાવવામાં આવી રહ્યા છે અને કાયદાનું પાલન કરવા માટે કડક ચેતવણી આપવામાં આવી રહી છે. જરૂર જણાય ત્યાં હદપાર અને અટકાયતી પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. રાત્રિ દરમિયાન વાહન તપાસ, પગપાળા પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુ શહેરના માર્ગો ઉપર ઊમટી પડતા હોય છે. આવી સ્થિતિમાં પોલીસ દ્વારા અગાઉથી જ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ શાખાને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ પોલીસનું માનવું છે કે ગુનાખોરી સામેની કડક કાર્યવાહી અને અસામાજિક તત્વો પર સતત નજર રાખવાના કારણે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં સફળતા મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.