બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 15 જૂને મહેમાન બનતાં મેઘરાજા હજુ પણ જોવડાવશે રાહ, આવતાં અઠવાડિયે વરસાદની શક્યતા

photo-story

5 ફોટો ગેલેરી

જુનાગઢ / ગુજરાતમાં 15 જૂને મહેમાન બનતાં મેઘરાજા હજુ પણ જોવડાવશે રાહ, આવતાં અઠવાડિયે વરસાદની શક્યતા

Last Updated: 02:39 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Dhimant Vaghasiya Rain Forecast : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાત ધીમંત વઘાસિયાના જણાવ્યા મુજબ હાલ ચોમાસું દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જ સ્થિર છે અને...

1/5

photoStories-logo

1. ચોમાસાને લઈ મોટી અપડેટ

ગુજરાતમાં 15 જૂને ચોમાસાના આગમન સાથે વરસાદી મોસમની શરૂઆત થઈ હોવા છતાં રાજ્યના અનેક વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન પરિસ્થિતિને લઈને કૃષિ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર આગામી દિવસોના વાતાવરણ પર ટકેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાત ધીમંત વઘાસિયાની આગાહી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાત ધીમંત વઘાસિયાના જણાવ્યા મુજબ હાલ ચોમાસું દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જ સ્થિર છે અને આગામી ત્રણ દિવસ દરમિયાન તેમાં ખાસ આગળ વધવાના સંકેતો જોવા મળતા નથી. રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ મર્યાદિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન

અનુમાન મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન વધુ અનુકૂળ બન્યા બાદ ચોમાસું આગળ વધવાની પ્રક્રિયા તેજ બની શકે છે. સાથે જ આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું રાજ્યના અન્ય વિસ્તારો તરફ આગળ વધે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ

આગાહી અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર માટે આશાવાદી સંકેતો સામે આવ્યા છે. ખાસ કરીને આગામી 4, 5 અને 6 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. જૂનાગઢ જિલ્લામાં જૂન મહિનામાં આ વખતે સૌથી ઓછો વરસાદ

ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ વર્ષના આંકડા મુજબ જૂનાગઢ જિલ્લામાં જૂન મહિનામાં આ વખતે સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે. હવે ખેડૂતો અને લોકોની નજર આગામી સપ્તાહમાં ચોમાસાની ગતિ અને વરસાદની સ્થિતિ પર કેન્દ્રિત થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Agricultural University Dhimant Vaghasiya Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ