બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Notification published regarding the examination of Deputy Section Officer Naib Mamlatdar

મનાઈ / રવિવારે GPSCની પરીક્ષાને ઘ્યાને લેતા અમદાવાદ CPનું જાહેરનામું, 8 વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ, જુઓ કઈ

Kishor

Last Updated: 05:47 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી રવિવારે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર પરીક્ષાને ઘ્યાને લઈ અમદાવાદ CP દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

  • રવિવારે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર પરીક્ષા
  • અમદાવાદ CP દ્વારા જાહેરનામું
  • આ 8 વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 ની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 15 ને રવિવારના રોજ પરીક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોબી શાળાઓમાં પરીક્ષા યોજાશે છે. ત્યારે તમામ કેન્દ્રો ખાતે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે અને પારદર્શિતા સાથે સાથે યોજાઈ તથા કોઈ ગોબચારી સામે ન આવે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરાનામું પ્રસિદ્ધ કરાયું છે.

ઉલ્લંઘન બદલ આકરી કાર્યવાહી
તા. 15 ઓક્ટોબર 2023 રવિવારના રોજ 11 થી 1 વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર ના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર તથા પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા ઉપરાંત પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા અને પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થી શિક્ષકોએ મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા ઉપરાંત પરીક્ષા સ્થળમાં ગેરકાયદે પ્રવેશ સહિત 8 વસ્તુઓ પર  પ્રતિબંધિત હુકમો જાહેર કર્યા છે. જેના ઉલ્લંઘન બદલ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે
નિયમના ઉલ્લંઘન બદલ ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ના અધિનિયમની કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તારીખ 15 ના રોજ સવારે 9:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે જેમાં પોલીસ દળ તથા હોમગાર્ડના જવાનો અને પરીક્ષા અનુસંધાને ફરજમાં રહેલા અધિકારીએ કર્મચારીઓને આ નિયમ લાગુ પડતો નથી. તેમ જાહેરનામાના અંતમાં જણાવાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ