બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Not only the Indian team Nasir Hussain statement on Virat absence caused a stir in the cricket world

સ્પોર્ટ્સ / 'માત્ર ભારતીય ટીમ જ નહીં...", વિરાટની ગેરહાજરી મુદ્દે નાસિર હુસૈનના નિવેદનથી ક્રિકેટ જગતમાં હલચલ

Megha

Last Updated: 09:02 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈન માને છે કે વિરાટ કોહલી જેવો ખેલાડી આગામી ટેસ્ટ મેચમાં નહીં રમે એ માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પરંતુ સીરિઝ અને વિશ્વ ક્રિકેટ માટે પણ ફટકો છે.

  • કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહ્યા હતા. 
  • વિરાટ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર રહી શકે છે. 
  • નાસિર હુસૈને કહ્યું છે કે ટીમ વિરાટને મિસ કરી રહી છે.

ટીમ ઈન્ડિયાનું રન મશીન કહેવાતા વિરાટ કોહલી અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહ્યા હતા પરંતુ હવે બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત પહેલા સમાચાર આવી રહ્યા છે કે વિરાટ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર રહી શકે છે અને છેલ્લી ટેસ્ટમાં પણ તેના રમવા અંગે શંકા છે. એવામાં હવે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈન આ મામલે મોટું નિવેદન આપ્યું છે. વિરાટની ગેરહાજરી અંગે નાસિર હુસૈને કહ્યું છે કે ટીમ વિરાટને મિસ કરી રહી છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈન માને છે કે વિરાટ કોહલી જેવો ખેલાડી આગામી ટેસ્ટ મેચમાં નહીં રમે એ માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પરંતુ સીરિઝ અને વિશ્વ ક્રિકેટ માટે પણ ફટકો છે. જો કે, હુસૈને પણ ભારતીય ક્રિકેટરની પોતાની અંગત જિંદગીને પ્રાથમિકતા આપવાનું સમર્થન કર્યું હતું. કોહલીની સિદ્ધિઓ અને ક્રિકેટમાં યોગદાનની પ્રશંસા કરતા નાસિર હુસૈને કહ્યું કે તેના જેવો ખેલાડી 15 વર્ષ સુધી ક્રિકેટને સમર્પિત રહ્યો છે અને હવે તે પરિવાર સાથે સમય પસાર કરવા માટે હકદાર છે. 

હુસૈને આ વિશે આગળ વાત કરતાં કહ્યું કે “હા, હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી. આ બધી અટકળો છે કે તે આગામી બે ટેસ્ટ મેચમાં રમશે કે નહીં. તેઓ આગામી થોડા કલાકોમાં તેમની ટીમની જાહેરાત કરશે. આગામી ત્રણ ટેસ્ટ મેચો માટે આવું થશે કે નહીં, હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી, પરંતુ જો તેઓ નહીં રમે તો ભારત માટે આ આંચકો હશે. આ સીરિઝ માટે એક ફટકો હશે. વિશ્વ ક્રિકેટ માટે આ એક ઝટકો હશે. આ એક ખાસ સીરિઝ બનવા જઈ રહી છે. તેની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ બે મેચ ઘણી સારી હતી." નોંધનીય છે કે ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ હાલમાં 1-1ની બરાબરી પર છે.  

વધુ વાંચો: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે ફાઇનલ મુકાબલો! જાણો કઈ રીતે બની રહ્યા છે સમીકરણ

હુસૈને કહ્યું, "ભલે આના કારણે અમને એન્ડરસન અને કોહલીની રસપ્રદ મેચ જોવા ન મળે પરંતુ કોહલી અને તેનો પરિવાર અને તેનું અંગત જીવન બધાથી ઉપર છે." તેણે એમ પણ કહ્યું કે કોહલીનું સ્થાન લેવું મુશ્કેલ છે પરંતુ તે કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે જે ઇજાને કારણે બીજી ટેસ્ટમાં રમી શક્યા ન હતા. આગળ એમને કહ્યું કે, “વિરાટ કોહલી રમત અને કોઈપણ શ્રેણી રમવા માટેના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ