બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / u19 world cup 2024 india vs pakistan final match may be

U19 World Cup 2024 / ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે ફાઇનલ મુકાબલો! જાણો કઈ રીતે બની રહ્યા છે સમીકરણ

Manisha Jogi

Last Updated: 05:46 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

U19 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવે તો ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો રમાઈ શકે છે.

  • ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ શકે છે
  • ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો રમાઈ શકે છે
  • સેમિફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું

U19 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. ભારતીય ટીમે સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બીજી સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમવામાં આવી રહી છે. પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવે તો ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો રમાઈ શકે છે. 

સેમિફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું
U19 વર્લ્ડ કપ 2024ની પહેલી સેમિફાઈનલ મેચમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. કેપ્ટન ઉદય સહારને 81 રનની ઈનિંગ રમી હતી. સચિન ધાસે 91 રનની ઈનિંગ રમી હતી. સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે 34 રને 4 વિકેટ ગુમાવી હતી. ઉદય સહારન અને સચિન ધાસના શાનદાર ઈનિંગતી ભારતીય ટીમે જીત મેળવી હતી. 

ભારતીય ટીમનો દબદબો
ભારતીય ટીમ U19 World Cup 2024માં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી અને તમામ મેચ જીતી છે. U19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ જીત માટે પ્રબળ દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.  સુપર-6ની મહત્વની મેચમાં ટીમે ન્યુઝીલેન્ડને 214 રને અને નેપાળને 132 રનના અંતરથી હરાવ્યું હતું. આ સમયે ભારતીય ટીમ પૂરા ઉત્સાહમાં છે.

ભારતે સૌથી વધુ વાર U19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો
U19 World Cupમાં ભારતીય ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. ભારતે U19 વર્લ્ડ કપમાં 5 વાર ખિતાબ જીત્યો ચે. ભારતીય ટીમે સૌથી પહેલા વર્ષ 2000માં U19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2022માં U19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. 

વધુ વાંચો: 'ભારતને આવાં જ પ્લેયરની જરૂર હતી', કયા યુવા ખેલાડીને લઇને સુનિલ ગાવસ્કરે કરી ભરપૂર પ્રશંસા

વર્ષ 1988થી U19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1998 પછી દર બીજા વર્ષે U19 વર્લ્ડ કપ યોજવામાં આવે છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાંચ વાર ચેમ્પિયન ટીમ બની છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ વાર અને પાકિસ્તાને બે વાર આ ખિતાબ જીત્યો છે. બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝે પણ એક એક વાર આ ટ્રોફી જીતી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ