બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / sunil gavaskar says india need thats type of player ahead of india vs england 3rd test rajkot

સ્પોર્ટ્સ / 'ભારતને આવાં જ પ્લેયરની જરૂર હતી', કયા યુવા ખેલાડીને લઇને સુનિલ ગાવસ્કરે કરી ભરપૂર પ્રશંસા

Manisha Jogi

Last Updated: 04:34 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવેલ 5 મેચની ટેસ્ટ સીરિઝમાં બંને ટીમોએ 1-1થી બરાબરી કરી લીધી છે. સુનિલ ગાવસ્કરે આ ખેલાડીના વખાણ કરતા જણાવ્યું છે કે, ભારતને આવા જ ખેલાડીની જરૂર હતી.

  • બંને ટીમોએ 1-1થી બરાબરી કરી
  • સુનિલ ગાવસ્કરે આ ખેલાડીના વખાણ કર્યા
  • ‘ભારતને આવા જ ખેલાડીની જરૂર હતી’

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવેલ 5 મેચની ટેસ્ટ સીરિઝમાં બંને ટીમોએ 1-1થી બરાબરી કરી લીધી છે. હૈદરાબાદમાં રમાયેલ પહેલા મુકાબલામાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. યશસ્વી જયસ્વાલે બીજા મુકાબલામાં શાનદાર ઈનિંગ રમી હતી અને બેવડી સદી ફટકારી હતી. સુનિલ ગાવસ્કરે યશસ્વી જયસ્વાલના વખાણ કરતા જણાવ્યું છે કે, ભારતને આવા જ ખેલાડીની જરૂર હતી. 

મીડિયા રિપોર્ટ અનુસાર સુનિલ ગાવસ્કરે જણાવ્યું છે કે, ‘યશસ્વી જયસ્વાલે સાબિત કર્યું છે કે, તેઓ એક સારા લર્નર છે અને બીજી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી છે. ભારતને આવા જ ખેલાડીની જરૂર હતી અને ઈનિંગમાં જીત અપાવી શકે છે. કેટલાક બેટ્સમેન નિષ્ફળ સાબિત થયા છે. તમામ ખેલાડી આવ્યા અને તેમની વિકેટ પડી હતી.’

ગાવસ્કરે વધુમાં જણાવ્યું કે, ‘T20 ક્રિકેટમાં કેટલાક શાનદાર શોટ રમવાની જરૂર છે. ઘણી વાર એવું બને છે કે, બેટ્સમેનનું ટેંપરામેન્ટ બદલાઈ જાય છે. ટેસ્ટ ક્રિકેટ 5 દિવસની ગેમ છે, કેટલીક મેચ થોડા દિવસમાં પૂરી થઈ જાય છે. અગાઉ ઓલી પોપે શાનદાર ઈનિંગ રમી હતી, હવે યશસ્વી જયસ્વાલે શાનદાર ઈનિંગ રમી છે અને ભારતીય ટીમને જીત અપાવી છે.’

વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યશસ્વી જયસ્વાલે પહેલી ઈનિંગમાં બેવડી સદી ફટકારીને 396 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલે 290 બોલમાં 19 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 209 કર્યા હતા. જયસ્વાલે 151 બોલનો સામનો કરીને પોતાની સદી પૂરી કરી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં જયસ્વાલ શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. 

વધુ વાંચો: ધોની, હાર્દિક કે ધવન નહીં! આ ખેલાડી છે IPL 2024નો સૌથી મોંઘો કેપ્ટન, સેલરી સાંભળી હોશ ઉડી જશે

યશસ્વી જયસ્વાલે વર્ષ 2023 જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન જ તેણે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. ત્યારથી જયસ્વાલ ટેસ્ટ ટીમમાં સતત યથાવત છે. ટેસ્ટ ક્રિકેટમાં જયસ્વાલની બેટિંગ એવરેજ 45થી વધુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ