બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / know who is the most expensive captain in ipl 2024

IPL 2024 / ધોની, હાર્દિક કે ધવન નહીં! આ ખેલાડી છે IPL 2024નો સૌથી મોંઘો કેપ્ટન, સેલરી સાંભળી હોશ ઉડી જશે

Arohi

Last Updated: 03:49 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Most Expensive Captain In IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં હવે વધારે સમય નથી બાકી રહ્યો. IPL 2024માં 10 ટીમોમાં કયા કેપ્ટનની સેલેરી કેટલી છે તેના પર એક નજર કરીએ.

  • IPL 2024માં કયો ખેલાડી સૌથી મોંઘો? 
  • હાર્દિક પંડ્યાથી વધારે છે KL રાહુલની સેલેરી 
  • જાણો કયા ખેલાડીની છે કેટલી સેલેરી? 

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં હવે વધારે સમય નથી બાકી. આઈપીએલ 2024માં 10 ટીમો ભાગ લેવાની છે. આ 10 ટીમોના કેપ્ટનોમાં કોની સેલેરી સૌથી વધારે છે અને કોની સેલેરી સૌથી ઓછી છે. લખનૌઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ જ્યાં આઈપીએલ 2024ના સૌથી મોંઘા કેપ્ટન હશે ત્યાં જ સૌથી સસ્તા કેપ્ટન સનરાઈઝર્સ હૈદરાબાદની પાસે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ જોકે આઈપીએલ 2024ના આગાઝ પહેલા નવા કેપ્ટનની જાહેરાત પણ કરી શકે છે. 

 

હાલ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડેન માર્કરમ છે. જેમની સેલેરી 2.6 કરોડ રૂપિયા છે. આઈપીએલ 2024 માટે કેપ્ટનમાં સૌથી વધારે સેલેરી લખનૌઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલની છે. કેએલ રાહુલની સેલેરી 17 કરોડ રૂપિયા છે. ત્યાં જ બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત છે પંતની સેલેરી 16 કરોડ રૂપિયા છે. 

ઋષભ પંતની વાપસીને લઈને દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોંટિંગ નિવેદન આપી ચુક્યા છે. પરંતુ તેમણે સાથે જ કહ્યું કે જો પંત કેપ્ટન્સી માટે તૈયાર નહીં થાય તો એવામાં ડેવિડ વોર્નર પણ દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી શકે છે. પોન્ટિંગે કહ્યું કે પંત આ વાતને લઈને સંપૂર્ણ રીતે કોન્ફિડન્ટ છે કે તે આઈપીએલ 2024 આખી રમશે. 

મુંબઈ ઈન્ડિયન્સ માટે આ વખતે કેપ્ટન્સી રોહિત શર્માની જગ્યા પર હાર્દિક પંડ્યા કરતા જોવા મળશે. હાર્દિક તેના પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હતા પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની સાથે ઓલ કેશ ડીલની સાથે તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં વાપસી કરી ચુક્યા છે. 

વધુ વાંચો: પુત્રને ટ્રેનિંગ આપવા પૈસા ઉધાર લઇ પિચ તૈયાર કરી, હવે બની ગયો અંડર 19 વર્લ્ડકપનો હીરો

જાણો કઈ ટીમના કેપ્ટનની કેટલી સેલેરી? 

  1. ચેન્નાઈ સુપરકિંગ્સ, એમએસ ધોની, 12 કરોડ 
  2. મુંબઈ ઈન્ડિયન્સ, હાર્દિક પંડ્યા, 15 કરોડ 
  3. કોલકત્તા નાઈટ રાઈડર્સ, શ્રેયસ અય્યર, 12.25 કરોડ 
  4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ફૈફ ડુપ્લેસી, 7 કરોડ 
  5. લખનૌઉ સુપર જાયન્ટ્સ, કેએલ રાહુલ, 17 કરોડ
  6. ગુજરાત ટાઈટન્સ, શુભમન ગિલ, 8 કરોડ 
  7. દિલ્હી કેપિટલ્સ, ઋષભ પંત, 16 કરોડ
  8. પંજાબ કિંગ્સ, શિખર ધવન, 8.25 કરોડ 
  9. રાજસ્થાન રોયલ્સ, સંજૂ સૈમસન, 14 કરોડ 
  10. સનરાઈઝર્સ હૈદરાબાદ, એડેન માર્કરમ, 2.6 કરોડ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ