ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભારત / બાઈબલમાં ઉલ્લેખ નહીં તો પછી ક્રિસમસ ટ્રી 25 ડિસેમ્બરનો ભાગ કેવી રીતે બન્યું?

જાણવા જેવું / બાઈબલમાં ઉલ્લેખ નહીં તો પછી ક્રિસમસ ટ્રી 25 ડિસેમ્બરનો ભાગ કેવી રીતે બન્યું?

Published By: Nirav Kumar

Last Updated: 09:02 PM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે એટલે કે, 25 ડિસેમ્બરે ક્રિસમસ ડે સેલિબ્રેશન કરવામાં આવશે. જેમાં ઠેર ઠેર ક્રિસમસ ટ્રી સજાવેલી જોવા મળશે. એવામાં આજે અમે તમને ક્રિસમસ ટ્રીના ધાર્મિક ઈતિહાસ વિષે જણાવીશું.

ADVERTISEMENT

આવતીકાલે ક્રિસમસ ડે છે. જેથી મોલ્સ, માર્કેટ, ઓફીસ સહીત અનેક જગ્યાએ ક્રિસમસ ટ્રી શણગારેલા જોવા મળશે.ક્રિસમસ ટ્રીને ખુશીઓનું ટ્રી કહેવાય છે અને લીલો રંગ સમૃદ્ધિ અને સકારાત્મકતા સાથે જોડાયેલો છે. ક્રિસમસ ટ્રીમાં સૌથી વધુ ઉપયોગમાં Pine Tree લેવાય છે. આ Pine Treeનું મહત્વ હિન્દુ પરંપરામાં પણ છે. કેમ કે, તેને દેવતાઓનું વૃક્ષ કહેવાય છે.

પરંતુ ક્રિસમસ ટ્રીની વાત આવે ત્યારે તેમાં આશ્ચર્યની વાત એ છે કે ખ્રિસ્તી ધર્મના પવિત્ર ગ્રંથ બાઇબલમાં પણ તેનો ઉલ્લેખ નથી. જોકે બાઇબલના પવિત્ર ગ્રંથ, યાર્મિયાહ (યર્મિયા 10:3-4)માં જંગલમાંથી કાપેલા અને તારાશેલ વૃક્ષનો ઉલ્લેખ છે છે. પરંતુ તે ક્રિસમસ ટ્રીના અર્થમાં નથી. આજે આપણે તેના ઈતિહાસ વિષે જાણીશું.

આદમ અને હેવાની સ્ટોરીમાં જે પેરેડાઈઝ ટ્રીનો ઉલ્લેખ છે પણ તે ક્રિસમસ ટ્રી નથી. તેમાં સફરજન નામનું ઝાડ છે,.આજે આપણે જે ક્રિસમસ ટ્રી જોઈએ છીએ તે ધર્મ, લોકવાયકા, ઋતુઓ, રાજકારણ, સુધાર આંદોલન અને આધુનિક ઉપભોક્તાવાદ સાથે જોડાયેલું છે. તેના મૂળ અનેક વર્ષો પહેલાના છે અને ખ્રિસ્તી ધર્મ પહેલાંના છે.

યુરોપમાં શિયાળો માત્ર ઠંડી જ નહીં પણ અંધકાર અને અનિશ્ચિતતા પણ લાવતો હતો. જેમાં  દિવસો ટૂંકા હતા અને રાત લાંબી હતી તથા પ્રકૃતિ મરી ગઈ હોય તેવું લાગતું હતું. આ સમયમાં શિયાળામાં પણ લીલાછમ રહેતા સદાબહાર વૃક્ષો લોકો માટે જીવનનું પ્રતીક બની ગયા હતા. આ વૃક્ષો ભરોષો આપતો કે જીવન સમાપ્ત થયું નથી.
]
આથી જ ખ્રિસ્તી ધર્મ પહેલાં પણ યુરોપની પગાન સંસ્કૃતિમાં આં સદાબહાર વૃક્ષો ઘરોમાં લાવવામાં આવતા હતા અને દરવાજા પર લટકાવવામાં આવતા હતા સાથે નવા વર્ષ માટે શણગારવામાં આવતા હતા. જેનો હેતુખરાબ શક્તિઓને દૂર કરવાનો અને સકારાત્મકતાનું સ્વાગત કરવાનો હતો.

ક્રિસમસ ટ્રી મિડલ યુરોપમાં ઉદ્ભવ્યું હતું. ક્રિસમસ ટ્રી જર્મનીમાં ઉદ્ભવ્યું હતું.  પછી તે15મી અને 16મી સદીમાં ત્યાંના પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી સમુદાયમાં આ પરંપરાના ઉદભવ સાથે તે વિશ્વભરમાં ફેલાયું હતું

શરૂઆતમાં આ ક્રિસમસ ટ્રી ઘરોમાં નહીં પરંતુ ગિલ્ડ હોલમાં લગાવામાં આવતા હતા. આ વૃક્ષો પર સફરજન, બદામ, મીઠાઈઓ અને રંગબેરંગી કાગળના ફૂલો લટકાવવામાં આવતા હતા. જેથી બાળકો અને યુવાનો તેને તોડી શકે. જે સેલિબ્રેશનનું પ્રતીક હતું.

ઇતિહાસમાં ક્રિસમસ ટ્રીમાં સૌથી વધુ નામ માર્ટિન લ્યુથરનું આવે છે. એવી લોકવાયકા છે કે, એક ઠંડીની રાત્રે જંગલમાંથી ચાલતી વખતે તેમને આકાશમાં તારાઓ ચમકતા જોયા, જેનો પ્રકાશ ઝાડમાંથી પસાર થતો હતો. તેનાથી પ્રેરિત થઈને તે ઘરે આવ્યા અને સદાબહાર વૃક્ષ પર "મીણબત્તીઓ પ્રગટાવી" હતી. આમ પ્રથમ ક્રિસમસ ટ્રીને સજાવવાની રીતનો જન્મ થયો હતો. જે જર્મન પ્રોટેસ્ટંટ સમાજમાં ક્રિસમસ ટ્રીને પ્રકાશથી સજાવવાની પરંપરા લોકપ્રિય બની.બાદમાં લાઈટ આવતા તેનું સ્થાન લાઈટે લીધું.

મધ્ય યુગમાં 24 ડિસેમ્બરે આદમ અને હેવાના તહેવાર નાતાલની પૂર્વસંધ્યાના આગલા દિવસે યુરોપમાં "પેરેડાઈઝ પ્લે" યોજાતા હતા. આ નાટકોમાં સફરજન ધરાવતું વૃક્ષ દર્શાવવામાં આવ્યું હતું. આ સફરજન જ્ઞાનના વૃક્ષ અને પાપનું પ્રતીક હતું. તેમાં સફેદ ગોળાકાર વેફર પણ હતા મોક્ષનું પ્રતીક હતું.

આ વૃક્ષને "પેરેડાઈઝ ટ્રી" કહેવાતું. આ નાટકો બાઈબલની વાર્તાઓથી પ્રેરિત હતા,.આ "પેરેડાઈઝ ટ્રી" સમય જતાં નાટકો બંધ થઈ ગયા પરંતુ સજાવેલા ટ્રી લોકપ્રિય બન્યા હતા. જેમાં  ચર્ચ અને ઓડિટોરિયમના સ્ટેજથી માર્કેટ અને પછી લોકોના ઘરો સુધી પહોંચ્યા. ત્યાર બાદ આધુનિક ક્રિસમસ ટ્રી આવ્યા.

ખ્રિસ્તી ધર્મના પ્રસાર પહેલા યુરોપમાં વૃક્ષોની પૂજા નોર્મલ હતી. નોર્સ જૂની કથાઓમાં યગ્દ્રસિલ નામના વિશાળ વૃક્ષને બ્રહ્માંડનો આધાર  માનવામાં આવતો હતો. વાઇકિંગ અને સેક્સન સંસ્કૃતિમાં વૃક્ષો માત્ર પ્રકૃતિ સાથે જ નહીં પણ દેવતાઓ સાથે પણ જોડવાનું એક માધ્યમ હતું.

8મી સદીમાં સેન્ટ બોનિફેસ દ્વારા ડોનાર ઓકને કાપી નાખવાની સ્ટોરી આ સાંસ્કૃતિક ટકરાવનું પ્રતીક છે. જેમાં લોકવાયકાઓ એમ કહે છે કે, ઓકની જગ્યાએ એક સદાબહાર વૃક્ષ ઉગ્યું. તેનો ત્રિકોણાકાર આકાર ખ્રિસ્તી પ્રતીકનો સંકેત આપે છે. આમ પગાન પ્રતીકો ખ્રિસ્તી અર્થો સાથે જોડાતા ગયા.

ક્રિસમસ ટ્રી હમેશા પ્રાઈવેટ ઉત્સવ નહતો. બાલ્ટિક દેશોમાં તે જાહેર ઉજવણીનું કેન્દ્ર પણ બન્યું હતું. 16મી સદીમાં ટેલિન અને રીગા જેવા શહેરોમાં વેપારી સંગઠનો, "બ્લેકહેડ ઓફ બ્રધરહુડ" શહેરના ચોક પર ક્રિસમસ ટ્રી ઉભા કરતા હતા. લોકો તેની આસપાસ ગાતા નાચતા અને સેલિબ્રેશન કરતા હતા. સેલિબ્રેશનના અંતે આ વૃક્ષને બાળી પણ નાખવામાં આવતું હતું, જે તે સમયની વિધિ હતી. તે જૂનાને દૂર કરવાનો અને નવાને આવકારવાનું પ્રતિક હતું.

19મી સદીમા ક્રિસમસ ટ્રીએ "શાહી પરંપરા" તરીકે એક નવું સ્વરૂપ લીધું હતું, જે ઑસ્ટ્રિયા, ફ્રાન્સ, ડેનમાર્ક અને રશિયાના શાહી દરબારોમાં ફેમસ થયું હતું. ડેનમાર્કમાં, હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસનની સ્ટોરી "ધ ફિર ટ્રી" એ તેને ભાવનાત્મક અને સાહિત્યિક ઓળખ આપી હતી.

vtv app promotion

ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી ક્રિસમસ ટ્રી મુખ્યત્વે પ્રોટેસ્ટંટ સુધી મર્યાદિત રહ્યું. કેથોલિક ચર્ચનું જોર યીશુંના જન્મના દ્રશ્ય અથકે વા "ક્રિસમસ કીબ્ર" પર હતો. પરંતુ 18 મી અને 19મી સદી દરમિયાન આ પરંપરા ધીમે ધીમે કેથોલિક સમાજનો પણ હિસ્સો બની ગઈ. જેમાં ખ્રિસ્તી ધર્મના સૌથી પવિત્ર શહેર વેટિકનમાં 1982માં પહેલી વાત સત્તાવાર રીતે ક્રિસમસ ટ્રી સ્થાપિત કરાયું હતું.

મોટા ભાગે ક્રિસમસ ટ્રી જમીન પર લગાવેલા જોવા મળતા. પરંતુ પોલેન્ડની પરંપરા અલગ હતી. સદીઓથી અહીં એક અલગ પરંપરા ફેમસ હતી. દેવદાર કે ફરની ડાળી છત પરથી ઊંધી લટકાવવામાં આવતી હતી. સફરજન, બદામ, સ્ટ્રો સ્ટાર્સ અને કાગળનું કટિંગ તેની સજાવટનો હિસ્સો હતા, જે સમૃદ્ધિ, સલામતી અને સારી લણણીનું પ્રતીક મનાતું હતું.

તમે સામાન્ય રીતે ક્રિસમસ ટ્રી જમીન પર વાવેલા અને ઉપર તરફ શંકુ આકાર બનાવતા જુઓ છો, પરંતુ પોલેન્ડની પરંપરા અલગ હતી. સદીઓથી, અહીં એક અલગ પરંપરા પ્રચલિત હતી. ફિર અથવા ફિરની ડાળી છત પરથી ઊંધી લટકાવવામાં આવતી હતી. સફરજન, બદામ, સ્ટ્રો સ્ટાર્સ અને કાગળના કાપવા સજાવટનો ભાગ હતા, જે સમૃદ્ધિ, સલામતી અને સારી લણણીનું પ્રતીક છે.

  • ક્રિસમસ ટ્રી પર શું શણગારમાં આવતું અને તેનો અર્થ શું ?
  1. 'સ્ટાર': બેથલહેમનો સ્ટાર
  2. 'એન્જલ':  ઈશદૂત ગેબ્રિયલ
  3. 'લાલ બોલ': સફરજન અને મૂળ પાપ
  4. 'લાઈટ': મસીહનો પ્રકાશ
  5. 'મીઠાઈઓ': ઉત્સવ અને આનંદ

વધુ વાંચો : અમેરિકાએ ભારતમાં આવેલી વિઝા એમ્બેસી બંધ કરી દીધી, જાણો ક્યારે શરુ થશે?

પરંતુ આજે ક્રિસમસ ટ્રી માત્ર ધાર્મિક પ્રતીક નથી રહ્યું પણ તે ગ્લોબલ કલ્ચરનું પ્રતિક બની ગયું છે. હવે માર્કેટમાં અસલી ક્રિસમસ ટ્રી જ નહીં પણ આર્ટિફિશિયલ ટ્રી પણ આવી ગયા છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Christmas Trees Christmas Day Paradise Tree

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ