ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / અમેરિકાએ ભારતમાં આવેલી વિઝા એમ્બેસી બંધ કરી દીધી, જાણો ક્યારે શરુ થશે?

કામની વાત / અમેરિકાએ ભારતમાં આવેલી વિઝા એમ્બેસી બંધ કરી દીધી, જાણો ક્યારે શરુ થશે?

Published By: Nirav Kumar

Last Updated: 07:03 PM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં આવેલી અમેરિકન એમ્બેસી ત્રણ દિવસ સુધી બંધ રહેશે. જેમાં તેની કાઉન્સિલર સર્વિસ ક્રિસમસના કારણે બંધ રહેવાની છે. આ દરમિયાન વીઝા ઈન્ટરવ્યૂ, સિટિઝન પાસપોર્ટ સંબંધીત તમામ કામગીરી બંધ રહેશે.

ADVERTISEMENT

શું તમે અમેરિકન વિઝા, પાસપોર્ટ એપોઈન્ટમેન્ટ કે બીજી કોઈ કાઉન્સિલર કામગીરી માટે 24થી 26 ડિસેમ્બરના દિવસોમાં એમ્બેસીમાં જવાના છો? તો આ સમાચાર તમારા માટે છે. કેમ કે, 24થી 26 ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં આવેલી અમેરિકન એમ્બેસી અને તમામ કોન્સ્યુલેટ(Consulate) ત્રણ દિવસ સુધી બંધ રહેશે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ ભારતમાં USAની એમ્બેસી અને Consulate ત્રણ દિવસ સુધી બંધ રહેશે. આ અંગે દિલ્લીમાં આવેલી અમેરિકન એમ્બેસીએ જણાવ્યું કે, 24થી 26 ડિસેમ્બર સુધી ‘કાઉન્સિલર સર્વિસ’ બંધ રહેશે.

આ અંગે USAની એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, તારીખ 24 ડિસેમ્બર બુધવાર, તારીખ 25 ડિસેમ્બર ગુરુવાર (ક્રિસમસ ડે) અને તારીખ 26 ડિસેમ્બર શુક્રવારે તમામ એમ્બેસી બંધ રહેશે. આ ત્રણ દિવસે વીઝા ઈન્ટરવ્યૂ, સિટિઝન પાસપોર્ટ સંબંધીત તમામ કામગીરી બંધ હશે. આથી જે લોકોએ આ દરમિયાન એપોઈન્ટમેન્ટ લીધી હશે તેમની તારીખો રીશેડ્યૂલ કરાશે કે પછી સંબંધીત લોકોના ઈમેલ કે પોર્ટલ દ્વારા નવી માહિતી જાહેર કરાશે.

vtv app promotion

પરંતુ આ અમેરિકન એમ્બેસી પર મેડિકલ કે મૃત્યુ સંબંધીત ઈમરજન્સી સર્વિસ ચાલુ રહેશે. એના માટે એમ્બેસીની ઓફીશીયલ વેબસાઈટ કે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાની સલાહ પણ અપાઈ છે.

વધુ વાંચો : ચાલુ ટ્રેને સેક્સ કરવું સ્ટુડન્ટ્સને ભારે પડ્યું, FIR દાખલ, વીડિયો વાયરલ કરનાર પણ ફસાયો

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે આના પહેલા પણ વર્ષ 2018, 2019 અને 2020માં આવો જ આદેશ જાહેર કર્યો હતો. તો ડેમોક્રેટ પ્રેસિડેન્ટ જો બાઈડને પણ વર્ષ 2024માં અમેરિકન એમ્બેસી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

American Embassy American Visa Christmas Day

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ