બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / noida super tech twin tower demolition health advisory released by authority

સૂચનો / થોડા દિવસ બારી-દરવાજા બંધ રાખજો...: ભારતમાં પહેલીવાર ધ્વસ્ત થશે 'ભ્રષ્ટાચારનો ટાવર', સ્વાસ્થ્ય માટે એડવાઇઝરી જાહેર

MayurN

Last Updated: 12:35 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટવીન ટાવરો તોડી પાડવા દરમિયાન આસપાસના લોકોને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પ્રશાસન દ્વારા આરોગ્ય સલાહ જારી કરવામાં આવી છે.

  • નોઇડા સ્થિત ટ્વિન ટાવર્સને તોડી પડાશે
  • ઓથોરીટીએ સ્વાસ્થ્ય માટેના સૂચનો આપ્યા 
  • તાત્કાલિક ધોરણે સહાય માટે હોસ્પિટલનો સ્ટાફ પુરતો રખાયો

નોઇડાના સેક્ટર 93એમાં આવેલા ટ્વિન ટાવર્સ આજે બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવશે. ટાવર તોડી પાડવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટાવરને તોડી પાડવા માટે 3700 કિલો ગનપાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માત્ર 12 સેકન્ડમાં ટાવર તોડી પાડશે. ટવીન ટાવરો તોડી પાડવા દરમિયાન આસપાસના લોકોને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગૌતમ બુદ્ધ નગરના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્ય સલાહ જારી કરવામાં આવી છે.


લક્ષણો

  • આંખ, નાક અને ચહેરા પર બળતરા
  • શરીરમાં દુખાવો
  • છાતીમાં દુખાવો
  • અનિયમિત હૃદયના ધબકારા
  • ઉધરસ આવવી
  • નાક વહેવું
  • નાક જકડાઈ જવું
  • ઉબકા
  • પેટમાં દુખાવા 

આસપાસના લોકોને ઉપરોક્ત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો સમસ્યાઓ વધુ જણાય તો નજીકના દવાખાનાનો સંપર્ક કરવો.

 

સમસ્યાઓ ટાળવા માટે શું કરવું જોઈએ

  • બારીના બધા દરવાજા બંધ રાખો.
  • ઘરના આખા ફ્લોરને વેક્યૂમ ક્લીનર અથવા ભીના પોતાથી સાફ કરો.
  • ઘરની બધી ચાદરો અને ઓશીકાના કવર ધોઈ નાખો.
  • ખોરાક અને પાણી પીતા પહેલા હાથ, પગ અને નખને સંપૂર્ણપણે સાફ કરો.
  • ફેસ માસ્ક અને આંખો માટે ચશ્માનો ઉપયોગ કરો.

એડવાઈઝરીમાં જણાવાયું છે કે, જો ઉપરોક્ત કોઈ લક્ષણ દેખાય તો આ સ્થિતિમાં ગભરાશો નહીં, અને નજીકના અથવા તો નક્કી કરેલ હોસ્પીટલનો સંપર્ક કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ