બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / noida street dogs attacked 7 month old boy in high rise society child died

કરુણ / રૂંવાડા ઉભા થઈ જાય તેવી ઘટના: 7 મહિનાના માસૂમનો શ્વાને લીધો જીવ, શ્રમિક માતા-પિતા હિબકે ચડ્યા

MayurN

Last Updated: 03:25 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઇડા સેક્ટર-100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં ફરી એકવાર રખડતા કૂતરાઓએ સાત મહિનાની માસૂમને ફાડી ખાધું

  • ઉત્તર પ્રદેશમાં બાળકને કૂતરાએ બચકા ભર્યા  
  • સાત મહિનાની માસૂમના આંતરડા બહાર આવી ગયા
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું 

આજકાલ શહેરી વિસ્તારોમાં પ્રાણીઓ માનવીને હડફેટે લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં કૂતરા કરડવાના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. મોટાભાગના કેસો હાઈ રાઈઝ સોસાયટીઓમાંથી આવી રહ્યા છે. આ ક્રમમાં સેક્ટર-100ની લોટસ બુલેવાર્ડ સોસાયટીમાં ફરી એકવાર રખડતા કૂતરાઓએ સાત મહિનાની માસૂમને ફાડી ખાધી. કૂતરાઓએ બાળકને એટલી ખરાબ રીતે બચકું ભર્યું હતું કે તેની આંતરડા બહાર આવી ગયા. સેક્ટર-39 પોલીસ સ્ટેશનની પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કામની સાઈટ પર સુતું હતું બાળક
મૂળ મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના રાજેશ અને તેની પત્ની મજૂરી કામ કરે છે. નોઈડામાં જ ભાડાના મકાનમાં રહે છે. તેની સાથે તેનો સાત માસનો પુત્ર અરવિંદ પણ સાથે રહેતો હતો. આ દિવસોમાં પતિ-પત્નીને સેક્ટર-100ની લોટસ બુલવાર્ડ સોસાયટીમાં રિપેરિંગનું કામ મળ્યું હતું. બંને કામ દરમિયાન સાત મહિનાના પુત્ર અરવિંદને સાથે લઈને આવતા હતા. સોમવારે દંપતીએ પુત્રને કામના સ્થળ પાસે ચાદર પાથરીને સુવડાવી દીધો હતો અને પોતે સોસાયટીમાં કામ કરતા હતા. ત્યારબાદ સાંજે 4 વાગ્યે કેટલાક રખડતા કૂતરાઓએ માસૂમ અરવિંદ પર હુમલો કર્યો હતો. અને ખરાબ રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો, જેના કારણે તેના પેટમાંથી આંતરડા પણ બહાર નીકળી ગયા.

બાળકના માતા પિતા મજુરી કરે છે
જ્યારે સોસાયટીના કેટલાક લોકોએ જોયું તો તેઓએ તરત જ કૂતરાને ત્યાંથી ભગાડ્યા અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે 12 કલાકે બાળકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બાળકીના માતા-પિતાની પૂછપરછ કરી હતી. ત્યારબાદ મૃતદેહ તેઓને સોંપવામાં આવ્યો હતો. બાળકના માતા-પિતા મૃતદેહ લઈને મધ્યપ્રદેશના સિંગરૌલી જવા રવાના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, સિંગરૌલીમાં બાળકના મામાનું ઘર છે.

સોસાયટીની અંદર જ રખડતા કુતરાઓને ખવડાવે છે
તો બીજી તરફ સોસાયટીના લોકોએ જણાવ્યું કે, અહીં અવારનવાર આવી ઘટનાઓ બને છે. શ્વાન પ્રેમીઓ સોસાયટીની અંદર રખડતા કૂતરાઓને ખવડાવે છે. તેથી સોસાયટીમાં રખડતા કૂતરાઓની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે. નોઈડા ઓથોરિટીને પણ ઘણી વખત ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં કોઇ કાર્યવાહી થતી નથી.

બાળકે હોસ્પીટલમાં દમ તોડ્યો
સોસાયટીના એક રહેવાસીએ જણાવ્યું કે સોમવારે સાંજે 4 વાગે તેણે કેટલાક કૂતરાઓ એક નાના બાળકને કરડતા જોયા હતા. બાળક જોર જોરથી રડી રહ્યું હતું. અમે તરત જ ત્યાં પહોંચ્યા અને કૂતરાઓને ભગાડ્યા. પરંતુ ત્યાં સુધીમાં બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયું હતું. તેના આંતરડા પણ બહાર આવી ગયા હતા. તરત જ તેના માતાપિતાને બોલાવવામાં આવ્યા અને અમે બધા બાળકને હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી. પરંતુ મોડી રાત્રે 12 વાગ્યે બાળકનું મોત નીપજ્યું હતું.

આ પહેલા પણ ઘટનાઓ ઘટી
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ નોઈડા સેક્ટર-168 લોટસ જિંગ સોસાયટીમાં ફરવા ગયેલા એક વૃદ્ધને કૂતરાએ કરડી લીધું હતું. થોડા સમય પછી, તે જ કૂતરાએ માળીને પણ કરડ્યો હતો. તે જ સમયે, થોડા દિવસો પહેલા નોઈડાના સેક્ટર-19માં રખડતા કૂતરાએ બે મહિલાઓને કરડીને ઘાયલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ