જંગી વૉટ /
યુપી ચૂંટણીમાં ભાજપને જેનો સૌથી વધુ ડર હતો, તે જ તેની તાકાત બની, વિપક્ષો પણ ચોંકી ગયા
Team VTV05:25 PM, 10 Mar 22
| Updated: 05:27 PM, 10 Mar 22
ઉત્તરપ્રદેશની નોઇડા વિધાનસભા બેઠક પર ભાજપને પ્રચંડ બહુમતી, પંકજસિંહ 70 ટકા વૉટ સાથે વિજયી
નોઇડા વિધાનસભા સીટ પર બીજેપીની જીત
પંકજસિંઘને મળ્યા 70 ટકા વૉટ
અત્યાર સુધીમાં146033થી વધારે વૉટ મળ્યા
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં નોઇડા વિધાનસભા સીટ પર ભાજપની પ્રચંડ જીત થઇ છે. આ એજ વિસ્તાર છે જ્યાં ખેડૂત આંદોલનો થયા હતા. નોઇડાઅને દિલ્હીને જોડતી બોર્ડર પર ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યા હતા. પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. કૃષિ બિલના વિરોધમાં અહીં ચક્કજામ પણ કરવામાં આવ્યો હતો,. તેમજ નોઇડામાં સ્થાનિકોને રોજગારી નથી મળતી. ઉદ્યોગો છે તેમાં યુવાનો અને લોકોને કામ આપવામાં આવતુ નથી તેવા પણ આરોપ લાગ્યા હતા. જે જોતા નોઇડામાં સ્થિતિ ઘણી જ તંગ હતી. જો કે ભાજપે આ સીટ પર પ્રચંડ બહુમતીથી જ જીત મેળવતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે આજે આ બેઠક બીજેપીની તાકાત પણ બની છે. કારણ કે નોઇડા વિધાનસભા સીટ પર બીજેપીએ સૌથી વધુ વોટ પણ મેળવ્યા છે.
નોઇડામાં બીજેપીની પ્રચંડ જીત
ઉત્તર પ્રદેશની નોઇડા વિધાનસભા સીટ પર બીજેપીએ પ્રચંડ બહુમતી મેળવી છે. બીજેપીના ઉમેદવાર પંકજ સિંઘ 1,46,033 વૉટ મેળવ્યા છે.જ્યારે મુખ્ય હરીફ સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવારને માત્ર 33843 વોટ મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પંખુરી પાઠકને 8989 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના પંકજ અવાનાને 3945 વોટ મળ્યા છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર કૃપા રામ શર્માને 10393 મત મળ્યા છે.
पुनः नोएडा वासियों से मिले आशीर्वाद, स्नेह और अपार जनसमर्थन के लिए मैं जनता-जनार्दन, कर्मठ कार्यकर्ता एवं पदाधिकारियों का हृदय से आभार प्रकट करता हूँ। pic.twitter.com/U3MwqJT6D2
ભાજપના ઉમેદવાર પંકજ સિંહને 70.84 ટકા મત મળ્યા છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવારને માત્ર 16.42 ટકા, કોંગ્રેસના ઉમેદવારને 4.36 ટકા અને બસપાના ઉમેદવારને 5.04 ટકા મત મળ્યા છે. મહત્વનું છે કે નોઈડા વિધાનસભા સીટ પર 8 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર પંકજ સિંહ આગળ નીકળી ગયા હતા. પંકજ સિંહને 102504 વોટ, સપાના સુનીલ ચૌધરીને 23939 વોટ, બસપાના કૃપારામ શર્માને 7261 વોટ, કોંગ્રેસના પંખુરી પાઠકને 6831 વોટ મળ્યા. જ્યારે ગણતરીના 7 રાઉન્ડ પછી, પંકજ સિંહ (ભાજપ) - 45074 મત, સુનીલ ચૌધરી (SP) - 11743 મત, કૃપારામ શર્મા (BSP) - 2509 મત, પંખુરી પાઠક (કોંગ્રેસ) - 2877 મત, પંકજ અવના ( AAP)-1660 મત અને NOTA - 510 મત મળ્યા હતા.
નોઇડાને લઇને શું છે માન્યતા
એવુ માનવામાં આવે છે કે જે પણ સીએમ નોઇડા આવે છે તેઓનો ખુરશી મળતી નથી એટલે કે સત્તા મળતી નથી. ત્રણ દાયકાથી રાજકારણના સૌથી મોટા રાજ્યમાં અન્ય એક માન્યતા રહી છે. એટલે કે જે પણ સીએમ નોઈડામાં આવે છે તેની ખુરશી જતી રહે છે. તે ફરી સત્તાની સીટ પર બેસી શકતા આવી માન્યતા યુપીમાં 1988 થી યથાવત છે. ત્યારે તત્કાલીન સીએમ વીર બહાદુર સિંહ પ્રથમ વખત નોઈડા આવ્યા હતા અને આગામી ચૂંટણી હારી ગયા હતા. તેમના પછી, નારાયણ દત્ત તિવારી સીએમ બન્યા અને 1989 માં નોઈડાના સેક્ટર 12 માં નેહરુ પાર્કનું ઉદ્ઘાટન કર્યું. થોડીવાર પછી તિવારીની ખુરશી જતી રહી હતી. જો કે સીએમ યોગી આદિત્યનાથે આ માન્યતા તોડી. સીએમ યોગી આદિત્યનાથ કાલકાજી મેટ્રો લાઇનના ઉદ્ઘાટન પ્રસંગે નોઇડા ગયા હતા તેમ છતાં પણ યુપીના ચૂંટણી પરિણામોમાં ભાજપની જીત દેખાઇ.