ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT

મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બેઠક બોલાવી હતી જેમાં બધી જ પાર્ટીઓના નેતાઑ સામેલ થાય હતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ફરી લોકડાઉન કરવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. 15થી 20 એપ્રિલ વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શેક છે. લોકડાઉન લગાવી દેવાનો સમય નજીક આવી ગયો છે.

ADVERTISEMENT
લોકડાઉન જ કરવું પડશે : સીએમ ઠાકરે
ઠાકરેએ કહ્યું કે કોરોના વાયરસની ચેન તોડવી ખૂબ જ જરૂરી છે. વેક્સિન લીધા પછી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. યુવા લોકો ખૂબ પ્રાભાવિત થઈ રહ્યા છે. બીજા દેશોએ પણ આ જ નિર્ણય લીધો છે તેથી હવે લોકડાઉન જ વિકલ્પ છે. કોરોના વાયરસની વધતી સંખ્યાને જોતાં ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT

ભાજપે આપી આ સલાહ
ADVERTISEMENT
ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે લોકડાઉન ફરી લગાવ્યું તો વિરોધ વધી શકે છે. ગયો વર્ષે ખૂબ જ ખરાબ ગયો છે અને લોકો વીજળીના બિલ પણ ભરી નહોતા શક્યા. લોકો કઈ રીતે જીવશે? વેપારી ખતમ થઈ રહ્યા છે. સરકારે જન ભાવનાનું ધ્યાન રાખવું જોઈએ. રાજ્યનું દેવું વધે તો વધવા દો પણ સામાન્ય પ્રજાને રાહત પેકેજ આપો. ફરી લોકડાઉન કર્યું તો લોકોનું ગુસ્સો ફૂટશે.
કોંગ્રેસ સાથ આપશે
ADVERTISEMENT
આ મુદ્દે કોંગ્રેસ નેતા બાળાસાહેબ થોરાટે કહ્યું કે લોકોના જીવ બચાવવા માટે કડક નિર્ણય લેવા પડશે, તો લઈ લો. અમે તેને સ્વીકાર કરીશું. અશોક ચવ્હાણે પણ કહ્યું કે હવે કડવા નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. પણ લોકડાઉનથી ગરીબો પર જે અસર પડશે તેના પર સરકારે વિચારવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો