બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Nipah virus outbreak nipah virus spread speed ara a traveler

એલર્ટ / શું છે આ Nipah Virus અને કેવી રીતે ફેલાય છે? ટ્રાવેલિંગ કરતા ખાસ ધ્યાનમાં રાખજો આ બાબતો, જાણો લક્ષણ અને ઉપાય

Arohi

Last Updated: 09:31 AM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nipah Virus Outbreak: નિપાહ વાયરસે દેશમાં ખતરાનું સિગ્નલ આપી દીધુ છે. જો તમે ટ્રાવેલ કરી રહ્યા છો તો તમારે આ વાયરસથી બચવા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જાણો નિપાહ વાયરસ કેટલી ઝડપથી ફેલાય છે.

  • કેવી રીતે ફેલાય છે Nipah Virus?
  • ટ્રાવેલ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન 
  • જાણો શું છે વાયરસના લક્ષણો

દુનિયાના ઘણા દેશોમાં આતંક મચાવ્યા બાદ ખતરનાક નિપાહ વાયરસે ભારતમાં દસ્તક આપી દીધી છે. કેરળ રાજ્યમાં નિપાહ વાયરસના ખૂબ વધારે કેસ જોવા મળ્યા છે અને ત્યાં રાજ્ય સરકારે આ સંબંધમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. 

જાનવરો દ્વારા માણસોમાં ફેલાતો આ વાયરસ ખૂબ જ વધારે ખતરનાક માનવામાં આવે છે કારણ કે હજુ સુધી કોઈ પણ દેશમાં તેની સારવાર કે વેક્સીન ઉપલબ્ધ નથી. એવામાં અમુક વાતોનું ધ્યાન રાખીને જ આ વાયરસથી બચી શકાય છે. 

કઈ રીતે ફેલાય છે નિપાહ વાયરસ 
નિપાહ વાયરસ શ્વાન, બિલાડી, ભૂંડ, વાંદરા, ચામાચીડિયા, ઘોડા અને બકરી જેવા જાનવરો દ્વારા ફેલાય છે. જ્યારે આ જાનવર સંક્રમિત થાય છે તો તેમના ખાઘેલા ભોજનના સંપર્કમાં આવવાથી વાયરસ વ્યક્તિ સુધી ફેલાઈ જાય છે. જોકે રાહતની વાત એ છે કે આ વાયરસ હવા દ્વારા નથી ફેલાતો. 

સંક્રમિત જાનવરોના લોહી, લાર કે યુરિનના સંપર્કમાં આવવાથી આ વાયરસ બીજાના શરીરમાં પ્રવેશ કરે છે. સંક્રમિત વ્યક્તિ પણ બીજા વ્યક્તિમાં વાયરસ ફેલાઈ શકે છે. તેના ઉપરાંત સંક્રમિત દર્દીની દેખરેખ કરનાર લોકોને પણ આ વાયરસ પોતાની ઝપેટમાં લઈ શકે છે. 

યાત્રા કરનાર લોકો રાખે ખાસ ધ્યાન 
જો તમે ટ્રાવેલર છો તો તમારે નિપાહ વાયરસથી સંક્રમિત ક્ષેત્રોની યાત્રા કરવાથી બચવું જોઈએ. જો પછી પણ તમારે અહીં જવું છે તો પહેલા પોતાનો ટેસ્ટ જરૂર કરાવી લો. જો તમે કન્ટોનમેન્ટ ઝોન કે તેની આસ પાસની યાત્રા કરી રહ્યા છો તો તમારે કોઈ પણ પ્રકારના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. 

નિયમિત રીતે હાથ ઘોતા રહો. જાનવરોના સંપર્કમાં આવવાથી બચો. એવી જગ્યા પર જવાથી બચો જ્યાં ભૂડ કે ચામાચીડિયા હોય. જમીન પર પડેલા કાચા ફળો, ફળોના રસ, ખજૂરનો રસ વગેરે પીવાથી બચો. 

નિપાહ વાયરસના લક્ષણો
નિપાહ વાયરસના ખાસ લક્ષણ તાવ, માથામાં દુખાવો, મસલ્સમાં દુખાવો અને ઉલ્ટી છે. લક્ષણોની ગંભીરતા દરેક રોગીમાં વિવિધ હોય છે. તેના વધારે ગંભીર લક્ષણ છે

  • સુસ્તી કે ભ્રમ 
  • રિકવરી 
  • કોમા
  • માથામાં સોજો (એન્સેફાલીટીસ)

નિપાહ વાયરસને કઈ રીતે રોકી શકાય? 

  • નિયમિત હાથ સાબુ અને પાણીથી ધુઓ 
  • બીમાર ભૂંડ અને ચામાચીડિયાથી દૂર રહો. 
  • જ્યાં ચામાચીડિયા હોય તેવા સ્થાનથી દૂર રહો. 
  • એવી વસ્તુઓ ખાવાથી બચો જેને ચામાચીડિયા દ્વારા દૂષિત કરવામાં આવ્યું હોય. જેમ કે કાચી ખજૂરનો રસ, કાચા ફળ, અથવા તો જમી પર પડેલા ફળ. 
  • કોઈ પણ એવી વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચો જેના લોહી કે શરીરના તરળ પદાર્થના સંપર્કથી Niv વાયરસ થવાનો જાણકારી હોય. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ