અમદાવાદ : મોટા ભાગનાં લોકોને ફરવાનું પસંદ હોય છે. તેઓ નવા નવા સ્થળો પર ફરવાનું પસંદ કરે છે. બેલ્જિયમમાં રહેનારા એક કપલને પણ ફરવાનો ખુબ જ શોખ છે. જો કે તેમનાં ફરવાની પદ્ધતી થોડા અલગ છે. નિક અને લિન્સ નામનું આ કપલ વિશ્વનાં ઘણા દેશોમાં યાત્રા કરી ચુકેલા છે. પરંતુ તેમની યાત્રાની સૌથી રસપ્રદ બાબત છે કે તે બંન્ને કપડા વગર જ ટ્રાવેલ કરી રહ્યા છે.
જો કે હાલ આ કપલ આના કારણે જ ચર્ચામાં છે. આ કપલ પોતાની સાથે ખુબ જ ઓછો સામાન લઇને યાત્રા કરવાનું પસંદ કરે છે. તેની સાથે જ આ બંન્ને યાત્રા દરમિયાન હંમેશા ન્યુડ જ રહે છે. અત્યાર સુધી આ કપલે ઓસ્ટ્રિયા બ્રાઝીલ ઇટાલી લક્ઝબર્ગ ક્રોએશિયા ગ્રીસ મોંટેનેગ્રો અને માલ્ટાનાં ઘણા હિસ્સાઓની યાત્રા કરી છે.
કપલનાં અનુસાર એકવાર તેમણે ભુલથી નેકેડ સોના બુક કર્યું હતું. ત્યાર બાદ તેમણે ત્યાં રહેલા કેટલાક ન્યુડ લોકો સાથે ચર્ચા કરી. તેમની વાતોની અસર આ કપલ પર એટલી ચડી ગઇ કે તેમની અંદર ન્યૂડિજમનો હિસ્સો બનવાની ઇચ્છા જાગી ગઇ. ત્યાર બાદ કપલે નેકેડ વેંડરિંગ નામનો પોતાનો એક બ્લોગ ચાલુ કરી દીધો. આ બ્લોગ દ્વારા ઘણા લોકોને ન્યૂડિઝમનો હિસ્સો છે તેઓ પોતાનાં વિચારોને બીજા લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. ન્યૂડિજમનો ઇરાદો પર્દા માં છુપાયેલા લોકોને નેચરને બહાર લાવવા અને નગ્નતા વિશે લોકોમાં રહેલા ક્ષોભને દુર કરવા માટે પ્રયાસો કરાઇ રહ્યા છે.