બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / NIA's action against terror funding, raids in 6 places simultaneously in two districts of Jammu and Kashmir

કાર્યવાહી / દરોડાનો દૌર યથાવત: ટેરર ફંડિંગ વિરૂદ્ધ NIAનું એક્શન, જમ્મુ કાશ્મીરના બે જિલ્લામાં એકસાથે 6 સ્થળોએ રેડ પાડતા દોડધામ

Priyakant

Last Updated: 08:36 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu Kashmir NIA News: NIAએ આ પહેલા પણ NIAએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ષડયંત્રના સંદર્ભમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા

  • જમ્મુ કાશ્મીરમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની મોટી કાર્યવાહી
  • દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને પુલવામામાં NIAએ અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું 
  • અગાઉ પણ NIAએ આતંકવાદી ષડયંત્રના સંદર્ભમાં ઘણી જગ્યાએ પાડ્યા હતા દરોડા 

જમ્મુ કાશ્મીરમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને પુલવામામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ટેરર ​​ફંડિંગના સંબંધમાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે. આ પહેલા પણ NIAએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ષડયંત્રના સંદર્ભમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા.
 
થોડા દિવસો પહેલા NIAએ શ્રીનગરના કુરસુ રાજબાગમાં ત્રણ અસલી ભાઈઓ મોહમ્મદ અયુબ પખ્તૂન, તારિક અહેમદ અને સફીનના ઘરોની તપાસ કરી હતી. ઝાકુરામાં મુશ્તાક અહમદ પિંજુના ઘરની તલાશી લેવામાં આવી હતી. બડગામ જિલ્લાના યુદ્ધ સંગમ વિસ્તારમાં સજ્જાદ અહેમદ ખાનના ઘરની તલાશી લીધા બાદ NIAએ તેને પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લીધો હતો. આ સાથે જ બડગામના જ મીર મોહલ્લા નસરુલ્લાપોરામાં ફયાઝ અહમદ રાથેરના ઘરની તલાશી લેવામાં આવી હતી. 

અગાઉ પણ કરાયું હતું સર્ચ 
દક્ષિણ કાશ્મીરના રામપોરા કુલગામમાં રઉફ અહેમદના ઘર અને સાંગાસમાં શાહનવાઝ હજામના ઘર પર સર્ચ કરવામાં આવ્યું હતું. શોપિયાં જિલ્લાના ખુરામપોરા ખાતે શૌકત અહેમદ ગનાઈ, કિલોરા મલિકગુંડ ખાતે મુદસ્સર રહેમાન અને ચાનપોરા ખાતે કરિયાણાના વેપારી ફૈયાઝ અહેમદ બાબાના ઘર અને દુકાન પર સર્ચ કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ