બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / રાજકોટના સમાચાર / news_detail-21737

NULL / NULL

SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાત સરકાર દ્વારા સૌની યોજનાનું 30મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રારંભ થશે. આ યોજનાથી સૌરાષ્ટ્રના 115 ડેમ છલકાશે તેવું જણાવતા સીએમ વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રમાં સોનાનો સૂરજ ઉગશે તેવી વાત કરી હતી ત્યારે કેવી છે આ યોજના તેના પર કરીએ એક નજર.

સૌરાષ્ટ્રમાં ઊગશે સોનાનો સૂરજ 
સૌરાષ્ટ્રની ધરતીને મળશે નીર 
પાણીની સમસ્યા હવે બનશે ભૂતકાળ 
સૌરાષ્ટ્રના 115 ડેમ છલકાશે 

ગુજરાત સરકાર દ્વારા સૌની યોજનાનો પ્રારંભ કરાશે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટો લાભ થશે. ખેડૂતોના હવે અચ્છે દિન દૂર નથી તેવી વાત સરકાર દ્વારા કરાઈ છે અને 30મી ઓગસ્ટે વડાપ્રધાન નરેદ્ર મોદીના હસ્તે આ યોજનાનો પ્રારંભ કરાશે. તેમજ આંજી-2 ઉંડ અને મચ્છુ-2 સહિતના સૌરાષ્ટ્રના 10 જળાશયોમાં નર્મદાના જળના અવતરણ કરાવાશે. ત્યારે આ યોજનાની વાત કરીએ તો.રૂપિયા 12 હજાર કરોડના ખર્ચે સૌની યોજના તૈયાર થશે. નર્મદાના પૂરના પાણી સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવામાં આવશે. જે માટે કુલ 1 હજાર 126 કિલોમીટર લંબાઈની 4 પાઈપલાઈન લીન્ક ગોઠવવામાં આવી છે. જેના થકી આશરે 10 લાખ 22 હજાર 589 એક વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે.

સૌની યોજના 
12000 કરોડના ખર્ચે યોજના તૈયાર થશે 
નર્મદા મુખ્ય કેનાલનું પાણી પહોંચશે સૌરાષ્ટ્રમાં 
11 જિલ્લાના 115 ડેમ છલકાશે 
1 126 કિ.મી. લંબાઈની 4 પાઈપલાઈન લીન્ક 
અંદાજે 10 22 589 એકર વિસ્તારમાં સિંચાઇનો લાભ 

ત્યારે આ 4 પાઈપલાઈન લીન્ક વિશે વિગતવાર વાત કરીએ તો.. 

પ્રથમ લીન્ક મોરબી જિલ્લાના મચ્છુ-રથી જામનગર જિલ્લાની સાની સુધીની લીન્ક છે. આ લીન્ક દ્વારા કુલ-30 જળાશયોમાં પાણી પહોચાડવાનું આયોજન છે.

બીજી લીન્ક સુરેદ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-2 ડેમ થી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધીની લીન્ક છે. આ લીંક દ્વારા કુલ-17 જળાશયોમાં પાણી પહોચાડવાનું આયોજન છે.

ત્રીજી લીન્ક સુરેદ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમથી રાજકોટ જિલ્લાના વેણુ-1 સુધીની લીન્ક છે. આ લીન્ક દ્વારા કુલ-28 જળાશયોમાં પાણી પહોંચાડવાનું આયોજન છે. 

જ્યારે ચોથી લીન્ક સુરેદ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો-ર ડેમથી જૂનાગઢ જિલ્લાના હીરણ-ર સિંચાઇ યોજના સુધીની લીન્ક છે. આ લીન્ક દ્વારા કુલ-40 જળાશયોમાં પાણી પહોંચાડવાનું આયોજન છે

પાઈપલાઈનની લીન્ક 1 
મચ્છુ-રથી જામનગરની સાની ડેમ સુધીની લીન્ક 
કુલ 30 જળાશયોમાં પાણી પહોંચાડવાનું આયોજન 

પાઈપલાઈનની લીન્ક 2 
લીંબડી ભોગાવો-2 ડેમથી અમરેલીના રાયડી ડેમ સુધીની લીન્ક 
કુલ 17 જળાશયોમાં પાણી પહોંચાડવાનું આયોજન 

પાઈપલાઈનની લીન્ક 3 
ધોળીધજા ડેમથી રાજકોટ જિલ્લાના વેણુ-1 સુધીની લીન્ક 
કુલ 28 જળાશયોમાં પાણી પહોંચાડવાનું આયોજન 

પાઈપલાઈનની લીન્ક 4 
લીંબડી ભોગાવો-ર ડેમથી હીરણ-ર સિંચાઇ યોજના સુધીની લીન્ક 
કુલ 40 જળાશયોમાં પાણી પહોંચાડવાનું આયોજન 

આમ સરકારે હવે સૌરાષ્ટ્રને પાણી પહોંચાડવાની વાત તો કરી છે ત્યારે ખેડૂતો પણ સરકારની આ યોજના સાકાર થાય અને સાચા અર્થમાં સૌરાષ્ટ્રમાં સોનાનો સૂરજ ઊગે તેની રાહ જોઈ રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ