ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / news_detail-21674

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પાકિસ્તાનનો બલૂચિસ્તાન વિસ્તાર સામાન્ય જનતા પર થઈ રહેલા જુલ્મનો મુદ્દો હવે ભારે ચર્ચામાં આવ્યો છે. આ જુલ્મોના પગલે યુરોપીયન યુનિયન તેમજ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચમાં બલૂચ જનતાના પ્રતિનિધી મેહરાન મારીએ જેનેવામાં પણ પાકિસ્તાનના જુલ્મોની કહાની વ્યક્ત કરી. અને જાણવા મળ્યું છે કે બલુચિસ્તાન હવે પાકિસ્તાનથી આઝાદી ઈચ્છે છે અને ભારતનો ભાગ બનવા માગે છે. આવો જાણીએ તેના ઈતિહાસ અને ત્યાંની પરિસ્થિતિ વિશે.  

જાણો બલૂચિસ્તાનના ઈતિહાસ અને ત્યાંની પરિસ્થિતિ વિશે
અંગ્રેજોના ગયા બાદ બલુચિસ્તાન ભારતમાં શામેલ થવા ઈચ્છતું હતું. ખાન અબ્દુલ સમદના નેતૃત્વમાં બલોચ સત્યાગ્રહી ગાંધીજી સાથે જોડાયા પણ હતા. પરંતુ જિન્નાએ સેના મોકલી 27 માર્ચ 1948ના રોજ કવેટા પર કબ્જો કર્યો હતો. બલુચિસ્તાનમાં રહેતા લોકોના દર્દ પર ધ્યાન આપીએ તો આ વિસ્તારમાં લોકો માટે એક દિવસ એવો નથી રહ્યો જ્યારે તેમણે કોઈ લાશ ન જોઈ હોય. વર્ષ 2004થી બલુચિસ્તાનમાં 3295 લોકોની હત્યા થઈ છે. તો 8 હજાર લોકોની ધરપકડ થઈ છે. વર્ષ 1999થી 20 હજાર લોકો ગુમ થયા છે.
 
બલુચિસ્તાનમાં રહેતા બાળકો શિક્ષણથી પણ વંચિત છે. બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવે તો 23 લાખ બાળકો એવા છે કે જેઓ સ્કુલ જવા ઈચ્છે છે પણ જઈ નથી શકતા. 10 લાખ બાળકો એવા છે કે જેમણે જીવનમાં ક્યારે પણ સ્કુલ નથી જોઈ. 2 હજાર સ્કુલ તો ફક્ત નામ માટે બનાવવામાં આવી છે તો 3 હજાર શિક્ષકો ફક્ત કાગળ પર છે. 

બલોચિસ્તાનમાં લોકો પર અત્યાચારના કિસ્સાઓ અને આતંકના કિસ્સાઓ પણ ભારે ચર્ચામાં રહ્યા છે. વર્ષ 1948થી બલુચિસ્તાનમાં પાકિસ્તાને 5 મોટા સૈન્ય અભિયાન ચલાવ્યા છે. અને બલુચિસ્તાનના લોકોને અલ્પસંખ્યક બનાવવા પ્રયાસ કરવામાં આવ્યા છે. મોટા હુમલાઓની વાત કરીએ તો 17 માર્ચ 2005ના રોજ પાક સેનાએ ડેરા બુગતીમાં બોમ્બ વરસાવ્યા હતા. જેમાં 70 લોકોનાં મોત થયા હતા. તો જાન્યુઆરી 2014માં બલુચિસ્તાનના ટૂટકમાં 169 લાશો મળી આવી હતી. 


સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ