બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / news_detail-22333

NULL / વ્યક્તિના હાથમાં આ ભાગની રેખા જણાવે છે તેના એક કરતા વધારે પ્રેમસંબંધ વિશે

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વ્યક્તિની હથેળી તેના મનના તમામ રહસ્યો ખોલી શકે છે. હથેળીમાં એવી અનેક રેખાઓ હોય છે જે જાતકના ગુપ્ત વ્યક્તિત્વને છતું કરી દે છે. જેમકે વ્યક્તિના લગ્નેત્તેર સંબંધ કે એક કરતાં વધારે યુવક-યુવતી સાથેના સંબંધ. આ વાત દરેક વ્યક્તિ છુપાવવાના પ્રયાસ કરે જ છે પરંતુ હસ્તરેખા પરથી આ વાત જાણવી અત્યંત સરળ છે.

હાથની સૌથી નાની આંગળી નીચેના હથેળીના ભાગ પર જે નાની-નાની રેખાઓ ચાલતી હોય તે રેખાઓ વૈવાહિક જીવન અંગે સંકેત કરે છે. સાથે જ અંગૂઠા પાસેના આવા જ ભાગ પરથી પણ વૈવાહિક જીવન અંગે જાણી શકાય છે. 

હસ્તરેખા શાસ્ત્રાનુસાર બુધના પર્વત પાસે એક કરતાં વધારે રેખાઓ હોય તો તે એક કરતાં વધારે પ્રેમ સંબંધો તરફ ઈશારો કરે છે. આ રેખાઓમાં જે સ્પષ્ટ હોય તે વિવાહ રેખા હોય છે અને અન્ય રેખાઓ પ્રેમ પ્રસંગો તરફ સંકેત કરે છે.

વિવાહ રેખા જો આગળ વધી અને બે ભાગમાં ફંટાતી હોય તો તે વૈવાહિક જીવનમાં સમસ્યાના સંકેત કરે છે. આવી સ્થિતીમાં વ્યક્તિ અન્ય કોઈ સાથે સંબંધ બનાવે તેવી શક્યતા વધી જાય છે. જો કે વિવાહ રેખાનો આકાર જો કોઈ અન્ય રેખાને મળતો હોય તો તેને પણ શુભ માનવામાં નથી આવતું. આવી હસ્તરેખા હોય તેના લગ્નજીવનમાં પ્રેમ અથવા પ્રેમિકાના કારણે લગ્ન સંબંધમાં સમસ્યા થઈ શકે છે. બુધ પર્વત ઉપરાંત નાની આંગળીના મધ્યમાં જેટલી રેખાઓ સ્પષ્ટ હોય છે તેટલા પ્રેમ સંબંધની શક્યતાઓ વધી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ