કુંડળીમાં પિતૃદોષ હોય અથવા પરિવારમાં કોઈનું અપમૃત્યું થયું હોય ત્યારે તેમની આત્માની શાંતિ અને પિતૃદોષના નિવારણ કરવામાં આવે છે. પરંતુ શ્રાદ્ધમાં આ વર્ષે આ ઉપાય અવશ્ય કરી લેજો. આમ તો શ્રાદ્ધમાં બ્રાહ્મણ ભોજન અને દાન-પુણ્ય કરવામાં આવે જ છે તેની સાથે સાથે આ ઉપાયો પણ કરવાથી પિત્રુઓની આત્માને શાંતિ તથા તમને પિત્રુ દોષમાંથી પણ અવશ્ય લાભ થશે.
- પિતૃપક્ષમાં રોટલી બનાવતી વખતે પહેલી રોટલી ગાયની કાઢવી અને તેના પર ખાંડ દહીં અને તુલસીનું પાન રાખી અને ગાયને ખવડાવી દેવી.
- રવિવાર સિવાયના તમામ દિવસે પીપળામાં કાચા દૂધમાં પાણી મિક્ષ કરીને અર્પણ કરવું.
- પિતૃપક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવું અને ગીતાનો પાઠ કરવો.
- કોઈનું અકાળ મૃત્યુ થયું હોય તો અમાસના દિવસે ત્રાંબાના વાસણ કપડા અને ભોજનનું દાન કરવું.