ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / news_detail-21686

NULL / નેપાળઃ પ્રવાસીઓથી ભરેલી બસ 50 ફૂટ ઊંડી ખાઈમાં પડતા 37ના મોત 40થી વધારે ઘાયલ

Published By: Juhi

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નેપાળના કાઠમંડુથી કાભ્રેપલાંચોક જિલ્લામાં જઈ રહેલી બસ દુર્ઘટનાગ્રસ્ત થતા 37 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં 40થી વધારે લોકોના ઘાયલ થવાની સંભાવના છે. આ અકસ્માતમાં ગંભીર રૂપે ઘાયલ 26 લોકોને હેલિકોપ્ટરની મદદથી કાઠમાંડુ લઈ જવામાં આવ્યા હતા. 

જાણકારી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે મુસાફરોથી ભરેલી બસ નેપાળની રાજધાની કાઠમાંડૂથી રવાના થઈ. મહત્વનું છે કે લગભગ 65 કિલોમીટર દૂર પહાડ પર ચઢતા સમયે અસંતુલિત થઈને બસ રસ્તા પરથી લગભગ 50 મીટર નીચે ખાઈમાં પડી ગઈ હતી. તે સમયે બસમાં લગભગ 85 મુસાફરો સવાર હતા. 

એક અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ઘટનાને પ્રત્યક્ષ જોનાર વ્યક્તિના મુજબ હજુપણ કેટલાક યાત્રીઓ બસની નીચે દબાયેલા છે. મોસમની ખરાબીના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. જો કે ઘટનાને જોતા મૃત્યુઆંક વધવાની સંભાવના છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ