બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / New turn in Nadiad-Ahmedabad highway accident case, shocking revelation of Accident with Murder

પ્રેમ પ્રકરણ / નડિયાદ-અમદાવાદ હાઈવે પર અકસ્માત મામલે નવો વળાંક, અકસ્માત વીથ મર્ડરનો થયો ચોંકાવનારો ખુલાસો, જુઓ સમગ્ર બનાવ

Vishnu

Last Updated: 11:41 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 માર્ચની રાતે બનેલી ઘટનાના CCTV ફુટેજ આવ્યા સામે, યુવકોને મારવા નડીયાદથી 3 શખ્સો પાછળ પડ્યા હતા

  • નડિયાદ-અમદાવાદ હાઈવે પર અકસ્માતનો મામલો
  • માતર પોલીસની તપાસમાં સમગ્ર મામલે નવો વળાંક
  • અમદાવાદના 4 યુવકોના અકસ્માતની આડમાં હત્યા થયાનો ખુલાસો

7 દિવસ પહેલા નેશનલ હાઇવે નંબર 8 પર માતરના સોખડા ગામના ખેતરમાં આવેલી એક હોટલના પાર્કિંગમાં ઉભેલી એક ટ્રક પાછળ બાઇક ઘૂસી જવાન બનાવમાં અમદાવાદના 4 યુવકો મોતને ભેટયા હતા. પણ પોલીસે હાથ ધરેલી તપાસમાં બાઈક ચાલકોની સાથે એક્સેસ ગાડી પર સવાર ત્રણ અન્ય ઈસમો પણ હોવાનું સામે આવ્યું હતુ. જેમણે પોલીસને સમગ્ર ઘટના વિષે ભાળ આપી હતી અને જણાવ્યું હતું કે  એક સ્કોર્પિયો કારે ઇરાદાપૂર્વક ટક્કર મારી યુવકોનું અકસ્માત વિથ મર્ડર કરી નાખ્યું હતુ. જેથી પોલીસે કાર્યવાહી કરી સ્કૉર્પિયોમાં સવાર ત્રણ લોકોને દબોચી લઇ તેમના રીમાન્ડ મેળવ્યા છે

અકસ્માતના દિવસે શું બન્યું હતું?
ગત 14 માર્ચના રોજ ખેડા જિલ્લામાં નડિયાદ-ખેડા બાયપાસ હાઈવે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભેલા એક કન્ટેનર પાછળ પૂરઝડપે આવતું એક બાઈક ધડામ દઇને અથડાયું. જેમાં બાઈક પર સવાર 4 યુવકોના મોત નિપજ્યાં છે. આ ચારેય મૃતક યુવકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.હાઈ-વે પર કન્ટેનર પાછળ બાઈક અથડાયા બાદ ચારેય યુવકોના મૃતદેહ રસ્તા પર ખરાબ હાલતમાં પડ્યા હતાં. ઓવરસ્પીડના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન હતું પણ પોલીસ તપાસમાં બાદમાં એક ખૂલ્યું હતું કે કોઈ સ્કૉર્પિયો કારે પીછો કરી બાઈક સવારને ટક્કર મારી હતી જે બાદ તે દિશામાં પોલીસ તપાસ તેજ કરી હતી. 

કોના કોના મોત નિપજ્યાં હતા

  • જીતેશ રમેશભાઇ નૌગીયા
  • હરીશ દિનેશભાઇ રાણા
  • નરેશ વિજયભાઇ વણઝારા
  • સુંદરમ ઉર્ફે છોટુ સુભાષભાઇ યાદવ

કઈ રીતે અકસ્માત વીથ મર્ડરમાં કેસ ખપાવી દેવાનો કારસો રચાયો
પોલીસના જણાવ્યા અનુસાર પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતનો ગુનો નોંધાયો હતો. પણ સમગ્ર બાબતે પૂછપરછ અને સીસીટીવીનું ચેકિંગ કરતા પોલીસને નજરે પડ્યું હતું કે કોઈ સ્કૉર્પિયો કાર સતત આ બાઈક સવાર યુવકોનો પીછો કરતી હતી. નડિયાદ મીલ રસ્તાથી લઈને સરદાર ભવન તેમજ ડભાણ ચોકડી આગળ આવેલા રધવાણજ ટોલ ટેક્ષના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં  GJ 01 RS 9847 નામની કાળા કલરની સ્કૉર્પિયો કર પુરપાટ ઝડપે બાઈક ચાલકોની પાછળ હોવાનું જણાઈ આવ્યું હતું.

કોણ છે આરોપીઑ?

  • રવિ ગોપાલ તળપદા (સ્કૉર્પિયો ચાલક)
  • ધર્મેશ ઉર્ફે કાળુ તળપદા 
  • વિજય ઉર્ફે દીપો અરવિંદ તળપદા

ઉપરોક્ત આરોપીઓ સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ તેની પણ પોલીસ પૂછપરછ અને તપાસ આદરી દીધી છે. આ ઘટના પ્રેમ પ્રકરણના કારણે ઘર્ષણ થયા બાદ ઘટી હોવાનું બહાર આવ્યું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ