બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 નવા કેસ, સુરતની સિવિલ હોસ્પિટલના બે તબીબો પણ કોરોના પોઝિટિવ
Last Updated: 07:11 AM, 24 May 2025
અમદાવાદમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થયો થયો છે..ગઇકાલે એક જ દિવસમા અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. સુરતમાં 2 રેસીડેન્ટ ડૉક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત કડીમાં 3, સુરતમાં 2, રાજકોટ-બનાસકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે. નવા કેસના દર્દીઓમાં સામાન્ય તાવ, કફ, શરદીનાં લક્ષણો જોવા મળ્યાં છે. અમદાવાદ શહેરમાં માં અત્યાર સુધીમાં કુલ 29 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાંથી 8 દર્દીઓને રજા આપી દેવાઈ છે.
ADVERTISEMENT
સુરત શહેરની વાત કરીએ તો આશરે સાડા ત્રણ વર્ષ બાદ સુરતમાં કોરોનાની રિ-એન્ટ્રી થઇ છે. સુરતમાં જે બે કેસ સામે આવ્યા છે તે બન્ને તબીબ છે. અને સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓને હાલ કોરોનાના હળવા લક્ષણો હોવાથી સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. શરદી, ઉધરસ અને ફેફસામાં તકલીફ બાદ બન્નેનો રિપોર્ટ કઢાવવામાં આવતા બન્ને કોરોના પોઝિટવ આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ, જામનગરમાં 32 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ
તો આ તરફ બનાસકાંઠામાં પણ કોરોનાનો એક કેસ નોંધાયેલો છે. બનાસ જનરલ હોસ્પિટલમાં એક દર્દીનો કોરોનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT