બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ, જામનગરમાં 32 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ
Dinesh Chaudhary
Last Updated: 11:40 PM, 23 May 2025
Corona Case : ગુજરાતમાં કોરોનાએ તેજ રફ્તાર પકડી છે. રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં કોરોનાનો કેસ નોંધાયો છે. પંચવટી વિસ્તારમાં રહેતા 32 વર્ષે યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે, ત્યારે યુવકને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. કોરના પોઝિટિવ આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે
ADVERTISEMENT
કોરોના વાયરસના કુલ 31 એક્ટિવ કેસ
ADVERTISEMENT
મેટ્રો સિટી અમદાવાદમાં એક જ દિવસમાં એક સાથે 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હાલની સ્થિતિએ કોરોના વાયરસના કુલ 31 એક્ટિવ કેસ છે. આજે સવારે બનાસકાંઠા જિલ્લામાં પણ એક બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અમદાવાદમાં એક જ દિવસમાં 20 કોરોના કેસ
ADVERTISEMENT
મેટ્રો સિટી અમદાવાદમાં એક જ દિવસમાં 20 કોરોના કેસ સામે આવતા ચિંતાજનક સ્થિતિ બની છે. આ કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ, કફ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે. મહત્વનું છે કે, અત્યારે કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ છે. આ તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના સામે લડવા કવાયત શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ સિવિલ, સોલા સિવિલમાં કોરોના વાયરસના દર્દીઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે. મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 40 કેસ નોંધાયા છે, જે પૈકી 33 કેસ એક્ટિવ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ક્યાંક મકાનના છાપરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષ ધરાશાયી, જુઓ વીડિયો
સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો
ADVERTISEMENT
કોરોના વાયરસના કેસોને લઈ સાવચેતીના ભાગરૂપે સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. સોલા સિવિલમાં કોરોના વાયરસના કેસોને લઈ ઓક્સિજન અને ઇન્જેક્શન પણ તૈયાર રખાયા છે. દેશની સાથે-સાથે હવે ગુજરાતમા પણ ધીરે-ધીરે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ઓક્સિજન ટેન્ક, PPE કિટ, વેન્ટિલેટર અને દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વાત કરીએ અમદાવાદની તો અહીં સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. આ સાથે રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ તો વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.