બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ક્યાંક મકાનના છાપરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષ ધરાશાયી, જુઓ વીડિયો

અપડેટ / સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ક્યાંક મકાનના છાપરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષ ધરાશાયી, જુઓ વીડિયો

Dinesh Chaudhary

Last Updated: 10:12 PM, 23 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ, ગઢડા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં પણ પવન સાથે વરસાદ પડ્યો છે.

રાજ્યમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. જૂનાગઢ, ગઢડા, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં પણ પવન સાથે વરસાદ પડ્યો છે. જેના પગલે ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થયું છે

માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ

જુનાગઢના માળીયાહાટીનામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. અકાળા, દુધાળા, જલંધર અને અમરાપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. માળીયાહાટીનામાં વીજ પુરવઠો બંધ થયો છે.

કેશોદમાં ભારે પવન સાથે વરસાદ

જૂનાગઢના કેશોદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. દિવસભર ઉકળાટ પછી સાંજે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને ખેડૂતને મોટાપાયે નુકસાન થયું છે. તલ,અડદ,મગ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉનાળુ પાકને નુકસાનથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

ગઢડા શહેરમાં વરસાદી માહોલ જામ્યો

બોટાદના ગઢડા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. શાક માર્કેટ,ભડલી ગેઈટ, સામાકાંઠા સહિતનાં વિસ્તારમાં વરસાદ જામ્યો છે. ઢસા, પાટણા, પીપરડી, સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત પર આકાશી આફત! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત

વેરાવળમાં વરસાદ પડ્યો

ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સુત્રાપાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પ્રાંચી, ધટીયા, ટીંબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન ફૂંકાતા વેરાવળના ઈન્દ્રોઈ ગામે મકાનના છાપરા તૂટ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Gujarat Rain Update Gujarat Weather Update
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ